ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અંતિમ ઘડીના ચૂંટણી પ્રચારમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યુ છે. પોરબંદર લોકસભા બેઠક અંકે કરવા મનસુખ માંડવિયાએ રોડ શો યોજ્યો, માંડવિયાના રોડ શોમાં ટીવી સિરિયલ અભિનેત્રી રૂપાલી ગાંગૂલી આકર્ષણનું કેન્દ્ર બની. જાણીતી ટીવી સિરિયલ અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગૂલીએ મનસુખ માંડવિયા વતી રોડ શો યોજ્યો હતો. જેમા મોટી સંખ્યામાં લોકો અભિનેત્રીને જોવા ઉમટ્યા હતા. રોડ શો બાદ માંડવિયાએ દાવો કર્યો કે ઠેરઠેરથી ભારે જનસમર્થન મળી રહ્યું છે તો રૂપાલી ગાંગૂલીએ મતદારોને ઘરની બહાર નીકળીને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી.
લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બેઠકોમાં હેટ્રિક મારવા માટે ભાજપના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. મનસુખ માંડવિયાએ તેમના અનોખા પ્રચાર માટે કર્યો. આ અગાઉ શુક્રવારે તેઓ મુખરડા ગામે વહેલી સવારે પ્રભાત ફેરીમાં જોડાયા અને પ્રચારને વધુ વેગવંતો બનાવ્યો. મનસુખ માંડવિયાએ પ્રભાત ફેરીમાં જોડાઇને ગામડે-ગામડે જઇ મતદારોને અપીલ કરી કે ભાજપને મત આપીને વિજયી બનાવે. મહત્વનું છે, માંડવિયાએ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં, તેમણે પુષ્પ અર્પણ કર્યા. જે બાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગાંધીજીએ આઝાદી પહેલા પ્રભાત ફેરીના માધ્યમથી રાષ્ટ્રવાદ અને એકતાની હુંકાર કરી હતી. ત્યારે, જૂની પરંપરા મુજબ માંડવિયાએ પણ મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા.
કહેવાય છે કે ગામડામાં જાઓ તો ગ્રામજનો જેવા થઇને રહેવું પડે. કદાચ આ વાત પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા બરોબર જાણે છે,આથી જ ચૂંટણી પ્રચાર દરમિયાન બરડા ડુંગરના સાત વિરડામાં માંડવિયાનો ગ્રામ્ય અંદાજ જોવા મળ્યા. વિવાદોમાં વિપક્ષને વલોવી નાખતા માંડવિયાએ, સાત વિરડા નેસમાં પ્રચાર દરમિયાન છાશનું વલોણું વલોવ્યું. ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવા ટેવાયેલા માંડવિયા અહીં અલગ જ મૂડમાં જોવા મળ્યા. માંડવિયાએ વડીલો સાથે જમીન પર બેસીને દેશી ભોજનની મજા માણી. જમીન પર આસન, તો લાકડાના પાટલા પર થાળી. થાળીમાં રોટલો તો છાશનો વાટકો. ગુજરાત, પંજાબી વાનગીના શોખીન માંડવિયા છાશને રોટલાનો આસ્વાદ માણતા જોવા મળ્યા. અગાઉ માંડવિયાનો આવો અંદાજ ક્યારેય જોવા નથી મળ્યો. મનસુખ માંડવિયાનો આ અંદાજ, ચૂંટણી પ્રચારનો એક અનોખો રંગ દર્શાવે છે…માંડવિયા પીઢ નેતા છે આથી એમને ખ્યાલ છે કે ક્યારે કોની સાથે કેવી રીતે ભળી જવું.
Input Credit- Hitesh Thakrar- Porbandar
આ પણ વાંચો: પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!