Porbandar: 31 ડિસેમ્બરને લઇને પોલીસ સતર્ક, 11 ચેકપોસ્ટ પર સઘન ચકાસણી

|

Dec 29, 2022 | 10:42 PM

પોરબંદરમાં 31 ડિસેમ્બરને લઇને પોલીસ સતર્ક બની છે. જેમા જિલ્લામાં 11 ચેક પોસ્ટ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા લોકો સામે કાયદાનું શસ્ત્ર ઉગામવા પોલીસ તૈનાત બની છે. જેમાં 31 ડિસેમ્બર એટલે ગત વર્ષ ને બાય અને નવા વર્ષને વેલકમ કરવા યુવાધન  ઉત્સાહિત  હોય છે.

Porbandar: 31 ડિસેમ્બરને લઇને પોલીસ સતર્ક, 11 ચેકપોસ્ટ પર સઘન ચકાસણી
Porbandar Police Cheking

Follow us on

ગુજરાતના પોરબંદરમાં 31 ડિસેમ્બરને લઇને પોલીસ સતર્ક બની છે. જેમા જિલ્લામાં 11 ચેક પોસ્ટ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા લોકો સામે કાયદાનું શસ્ત્ર ઉગામવા પોલીસ તૈનાત બની છે. જેમાં 31 ડિસેમ્બર એટલે ગત વર્ષ ને બાય અને નવા વર્ષને વેલકમ કરવા યુવાધન  ઉત્સાહિત  હોય છે. તેથી જિલ્લા પોલીસે જિલ્લામાં કોઈ ગંભીર ઘટના કે દારૂના નશામાં વાહનો ચલાવતા શખ્સો સામે કાયદાનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યું છે.

પોરબંદર શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ,સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના સ્ટાફને જિલ્લામાં દારૂબંધીની અમલવારી કરાવવા કામે લગાવવામાં આવ્યા છે.છેલ્લા પાંચ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે દારૂ ના ધંધાર્થીઓ પર ખાસ વોચ ગોઠવી છે.

પોરબંદર જિલ્લા પોલીસ નશાખોર લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય તો તેમની સામે જિલ્લા પોલીસ તૈનાત છે અને સ્વાગત કરી કાયદાકીય પગલાં લેવા સક્ષમ છે.ખાસ કરીને જિલ્લામાં 11 પોલીસ ચેકપોસ્ટ ઇન આઉટ પોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહી છે ડ્રિન્ક એન ડ્રાઈવ કરતા લોકોને પણ પોલીસ ડ્રારા બ્રેથ એનેલાઈઝરથી ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે તેમજ નેત્રમ પ્રોજેકટ અને કમાન કંટ્રોલ મારફત ખાસ કિસ્સામાં પાર્ટીઓ પર નજર રાખી રહ્યા છે.પોલીસ ડ્રેસમાં અને સિવિલ ડ્રેસમાં ખાનગી રીતે ચેક કરી રહી છે.યુવતીઓની પજવણી ના થાય તેના માટે અલગ અલગ સ્ફુલ કોલેજોમાં અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને એક હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

ભારતનું એવું રેલવે સ્ટેશન જ્યાં ઉતરીને ચાલતા વિદેશ જવાશે
Neem Karoli Baba : વ્યક્તિનું ભાગ્ય બદલતા પહેલા મળે છે આ 5 શુભ સંકેતો, જાણો
PI ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
આ સ્ટાર કિડ્સ બોલિવુડમાં ડેબ્યુ કરશે, જુઓ ફોટો
ટેસ્ટ મેચમાં ખેલાડીઓ સફેદ કપડા જ કેમ પહેરે છે?
Baba Vanga એ દેશ માટે કરી 5 ચોંકાવનારી ભવિષ્યવાણી, જાણો

દર વર્ષે પોલીસ 31 ડિસેબરે કોઈ મોટી ઘટનાના બને તેની પૂર્વ તૈયારીઓ કરીને ગુન્હે ગારો પર વોચ રાખે છે. પરંતુ આ વર્ષે જિલ્લાભરમા ખૂણેખૂણે પોલીસે ખાનગી બાતમીદારોને પણ એક્ટિવ કરી દારૂના દુષણને ડામવા કટિબદ્ધ બની છે.

(With Input : Hitesh Thakrar, Porbandar ) 

Published On - 10:42 pm, Thu, 29 December 22

Next Article