Porbandar: મેર સમાજના પુરૂષો રમે છે પરંપરાગત મણિયારો રાસ, શૌર્ય રાસ દ્વારા પરંપરાગત વારસો જાળવી રાખવાનો પ્રયાસ

|

Oct 01, 2022 | 9:30 AM

ગુજરાતી મેર સમાજ વતી પોરબંદર મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્રારા 9 દિવસનું નવરાત્રી નું આયોજન થાય છે જેમાં પાંચમા નોરતે મેર મહિલાઓ અને પુરુષો તથા બાળકો પારંપરિક પોશાક અને સોનાના ઘરેણાં પહેરીને મણિયારા રાસની રમઝટ બોલાવે છે અને મહિલાઓ પણ તેમનો જુસ્સો વધારવા ટ્રેડિશનલ પોશાક સાથે સોનાના દાગીના પહેરી રાસડા રમે છે.

Porbandar: મેર સમાજના પુરૂષો રમે છે પરંપરાગત મણિયારો રાસ, શૌર્ય રાસ દ્વારા પરંપરાગત વારસો જાળવી રાખવાનો પ્રયાસ
મેર સમાજનો પરંપરાગત મણિયારો રાસ

Follow us on

ગુજરાતમાં ગરબા તો જાણીતા છે જ પરંતુ દરેક જિલ્લા અને તેની જાતિ પ્રમાણે પણ અલગ અલગ ગરબા અને તેનો પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બનેલા છે તેવી જ રીતે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદરમાં (Porbanadar) રમાતો મણિયારો રાસ (Maniyaro ras) દેશ વિદેશમાં અલગ જ ખ્યાતિ ધરાવે છે. પોરબંદરમાં મેર સમાજના  (Mer community) લોકો પરંપરાગત ચોયણી અને કેડિયું પહેરીને આ શૌર્ય રાસ રમે છે. દેશ વિદેશમાં વસતા ગુજરાતી મેર સમાજ વતી પોરબંદર મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્રારા 9 દિવસનું નવરાત્રી નું આયોજન થાય છે જેમાં પાંચમા નોરતે મેર મહિલાઓ અને પુરુષો તથા બાળકો પારંપરિક પોશાક અને સોનાના ઘરેણાં પહેરીને મણિયારા રાસની રમઝટ બોલાવે છે અને મહિલાઓ પણ તેમનો જુસ્સો વધારવા ટ્રેડિશનલ પોશાક સાથે સોનાના દાગીના પહેરી રાસડા રમે છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મેર સુપ્રીમ કાઉન્સિલના ઉપ પ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યું હતું કે મેર એ ખમીરવંતી જાતિ ઘણાય છે અને તેમણે પ્રાચીન સમયમાં જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત પણ હાસલ કરી હતી ત્યારે બુંગીયો ઢોલ વગાડવામાં આવ્યો હતો. જેના કારણે પુરૂષોને યુદ્ધમાં લડવાનો જુસ્સો મળે.યુદ્ધ બાદ આવિજ્યોત્સવ મનાવવામાં આવતો હોય છે આ મણિયારો રાસ જન્માષ્ટમી .હોળી અને નવરાત્રી ,અને રાષ્ટ્રીય પર્વ પરમાં પરંપરાગત પોષક પેહરી ને રમવા માં આવે છે. મણિયારો રાસ રમવા શરણાઈ ,ઢોલ,અને પેટી વાજુ જેવા સંગીત વાદ્ય હોવા અનિવાર્ય છે.

પુરૂષો અને મહિલાઓનું પહેરે છે પરંપરાગત પોશાક

મેર સમાજના યુવાનો એક સાથે ત્રણ થી ચાર હજાર યુવાનો એક જ પ્રકાર ના પોશાક પહેરીને ચોક્કસ તાલ સાથે આ રાસ રમે છે. પુરુષો ચોયણી, આગણી, ખમીશ પાઘડી જેવા કપડાં પહેરી રમે છે ઢોલ તેમજ શરણાઈનાં સૂર તાલ પર હાથમાં લાકડાના દાડિયાથી મણિયારો રાસ રમે છે તો મહિલાઓ પણ પોતાના પારંપરિક પોશાકમાં રાસડા રમવા મેદાન માં ઉતરે છે જયારે મેદાન માં મહિલાઓ રમવા આવે છે ત્યારે ઢારવો ,કાપડું અને મેર સમાજની સ્ત્રીઓ રાસ રમે ત્યારે પોતાના શરીર પર 1 થી 3 કિલો જેટલા સોનાના દાગીના પહેરીને જ રાસડા રમે છે

મણિયારો રાસ દેશ વિદેશમાં પ્રસિદ્ધ

પરંપરાગત ગરબા રમવા માટે મણિયારા રાસને પ્રાથમિકતા આપવામાં આવે છે  શહેરોમાં પણ લોકો આ  પ્રકારના રાસ શીખવા તત્પર રહે છે 

વિથ ઇનપુટ ક્રેડિટઃ હિતેશ ઠકરાર, પોરબંદર

 

Next Article