Porbandar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 13 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રામાં જોડાશે

|

Aug 12, 2022 | 11:44 PM

મુખ્યમંત્રીની  (CM Bhupendra Patel ) મુલાકાત સંદર્ભે ઇન્ચાર્જ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Porbandar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 13 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રામાં જોડાશે
Porbandar: Chief Minister Bhupendra Patel will join the Tiranga Yatra on August 13
Image Credit source: file photo

Follow us on

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM bhupendra Patel) 13 ઓગસ્ટના રોજ પોરબંદર  (Porbandar) જિલ્લાની મુલાકાતે પહોંચશે . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  સાંજે 5 કલાકે પોરબંદર ખાતે પહોચીને મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ અને કીર્તિ મંદિરની મુલાકાત લેશે અને કિર્તી મંદિર ખાતે ગાંધીજીની વિવિધ સ્મૃતિ વસ્તુઓને નિહાળશે. પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ પોરબંદર શહેરમાં યોજાનારી  તિરંગા યાત્રામા મુખ્યમંત્રી જોડાશે.

મુખ્યમંત્રીની મુલાકાત સંદર્ભે કલેક્ટરની બેઠક

મુખ્યમંત્રીની  (CM Bhupendra Patel ) મુલાકાત સંદર્ભે ઇન્ચાર્જ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પોરબંદર પ્રશાસન દ્વારા બંદોબસ્ત સહિતની જરૂરી વ્યવસ્થાઓ તેમજ પ્રોટોકોલ સંબંધી કામગીરી કરવામાં આવી હતી.

અમદાવાદ, વડોદરા અને સુરતની તિરંગા યાત્રામાં જોડાયા  હતા મુખ્યમંત્રી

અમદાવાદમાં મહાનગરપાલિકાની 187 કરોડની વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રીએ આ ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ, જેમાં હજારો લોકો જોડાયા હતા.બાપુનગર વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમો પૂર્ણ થતાની સાથે જ મુખ્યમંત્રીની હાજરીમાં પગપાળા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જેમા સમગ્ર બાપુનગરવાસીઓ દેશભક્તિમાં લીન થયા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાથમાં ત્રિરંગા સાથે આ યાત્રામાં સહભાગી બન્યા હતા. વિશાળ જનમેદની વચ્ચે નીકળેલી આ ત્રિરંગા યાત્રા દરમિયાન તમામ રૂટ પર માત્ર રાષ્ટ્રધ્વજના જ દર્શન થઈ રહ્યા હતા. સમગ્ર બાપુનગર વિસ્તાર જાણે કે રાષ્ટ્રધ્વજના રંગે રંગાઈ ગયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ત્રિરંગા યાત્રા લોકાર્પણ પ્રસંગે પણ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે કે આઝાદી મળ્યાના વર્ષો સુધી આઝાદી દિન જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ફક્ત સરકારી કાર્યક્રમ બની રહેતી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવી ઉજવણી આજે રાષ્ટ્રીય તહેવાર તરીકે સૌ કોઈ ઉમંગ થી ઉજવે છે.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતમાં તિરંગા યાત્રા કાઢી હતી. ડુમસ રોડ પર આજે લગભગ 2 કિલો મીટર લાંબી યાત્રા માં સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

તો વડોદરામાં પણમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  (Bhupendra Patel) વડોદરા  ખાતે તિરંગાયાત્રા દરમિયાન નાગરિકોને દેશ માટે સમર્પિત થવાનો જુસ્સો કાયમી રાખવાનું આહ્વાન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે દેશ માટે જીવવાનું છે. દેશ માટે સારી રીતે જીવી શકાય તે માટેનો અમૃતકાળ ચાલી રહ્યો છે. દેશને આઝાદી અપાવવા માટે અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી.

આ તિરંગા યાત્રામાં  ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી,  મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષા વકીલની ઉપસ્થિતિમાં અહીંના પોલો ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવી તેઓ પણ સાથે આ પદયાત્રામાં સામેલ થયા હતા.મુખ્યમંત્રી અને મહાનુભાવો પોલોગ્રાઉન્ડથી સૂરસાગર તળાવ સુધી તિરંગા પદયાત્રામાં જોડાયા હતા

Next Article