પોરબંદરના વર્તુ 2 ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

પોરબંદરના(Porbandar)  વર્તુ 2 ડેમના 4 ગેટ પાણીની આવક વધતાં ખોલવામાં આવ્યા છે.જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારના ઇશ્વરીયા, ભોમીયાવદર, પારાવાળા, મોરાણા, સોઢાણા, ફટાણા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 6:42 AM

ગુજરાતમાં(Gujarat)  સતત વરસી રહેલા વરસાદના પગલે રાજ્યના અનેક ડેમો અને નદીઓમાં નવા નીર આવ્યા છે. જેમાં પોરબંદરના(Porbandar)  વર્તુ 2 ડેમના 4 ગેટ પાણીની આવક વધતાં ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને લઈને વર્તુ 2 ડેમમાં પાણીની આવક થતા પોરબંદરના બરડા પંથકમાંથી પસાર થતી વર્તુ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે,  જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારના ઇશ્વરીયા, ભોમીયાવદર, પારાવાળા, મોરાણા, સોઢાણા, ફટાણા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પોરબંદર કુતિયાણા શહેરમાં ભાદર ના પાણી ફરી વળ્યા છે. કુતિયાણા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં ભાદરના પાણી ઘરમાં ભરાઈ જતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કુતિયાણા શહેરના થેપડા ઝાંપા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. કુતિયાણાના ચુનારવાડા,થેપડા ઝાપા ઝાંપા,રબારીકેળામાં ભાદરના પાણી ઘુસી ગયા છે.

જ્યારે સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદ ની આગાહીના પગલે પોરબંદરના માધવપુરનું સુપ્રસિદ્ધ માધવરાયજીનું મંદીર ત્રણ દિવસ બંધ રહેશે. આ નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા લેવામાં આવ્યો છે.માધવપુર ગામભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રુક્ષમણીના લગ્નનું સ્થળ છે.

આ ઉપરાંત પોરબંદરના બરડા ડુંગર ની મધ્યે આવેલો ફોદાડા ડેમ 100 ટકા ભરાયો છે. આ ડેમ જિલ્લાના ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડે છે. તેમજ ફોદાડા ડેમ ઓવરફ્લો ની તૈયારીમાં છે.

આ પણ  વાંચો : CM ભુપેન્દ્ર પટેલ સામે ચૂંટણીપંચમાં ફરિયાદ, AMCની ઇસનપુર વોર્ડ પેટાચૂંટણી મામલે ફરિયાદ કરાઈ

આ પણ વાંચો : ગોત્રી દુષ્કર્મ કેસમાં મોટા સામચાર, વડોદરા પોલીસ કમિશ્નરે તપાસ માટે SITની રચના કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">