ગોત્રી દુષ્કર્મ કેસમાં મોટા સામચાર, વડોદરા પોલીસ કમિશ્નરે તપાસ માટે SITની રચના કરી

Gotri rape case : વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંઘે એક મહિલા ACP સહિત 3 ACPનો SITમાં સમાવેશ કર્યો છે. ACP અમિતા વાનાણી, ડી.એસ. ચૌહાણ અને હાર્દિક માકડીયાનો SITમાં સમાવેશ કરાયો છે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Sep 29, 2021 | 10:36 PM

VADODARA : વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં મોટા સામચાર સામે આવ્યાં છે. ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંઘે એક મહિલા ACP સહિત 3 ACPનો SITમાં સમાવેશ કર્યો છે. ACP અમિતા વાનાણી, ડી.એસ. ચૌહાણ અને હાર્દિક માકડીયાનો SITમાં સમાવેશ કરાયો છે.જ્યારે PI વી આર ખેરનો પણ SITમાં સમાવેશ કરાયો છે.આ ત્રણેય ACPને અલગ-અલગ બાબતોની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ તપાસ ટીમ કામ કરશે.

વડોદરાનાગોત્રી દુષ્કર્મ કેસની તપાસ તેજ કરી દેવાઈ છે. આરોપી રાજુ ભટ્ટની પૂછપરછનો દોર શરૂ થઈ ગયો છે. મંગળવારે રાત્રે RT-PCR ટેસ્ટ કરાવવા માટે તેને ક્રાઈમ બ્રાન્ચથી એસએસજી હોસ્પિટલ લઈ જવાયો હતો. જયારે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલા રાજુ ભટ્ટની પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. તે કોની મદદથી ક્યાં ભાગ્યો હતો અને ક્યાં રોકાયો હતો તે અંગે પૂછપરછ કરાઈ હતી.રાજુ ભટ્ટને મદદ કરનાર હજુ કેટલાક લોકો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ રાજુ ભટ્ટના પુત્ર, ડ્રાઈવર સહિતના કેટલાક લોકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચથી વડોદરા લઈ જવાયા છે. રાજુ ભટ્ટને છૂપાવવા અને ભાગવામાં મદદ કરવા મુદ્દે તમામની પૂછપરછ કરાઈ હતી.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરિય બેઠક યોજી રાજ્યમાં વરસાદ અને પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી

આ પણ વાંચો : રાજ્યના 159 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ અમરેલીના જાફરાબાદમાં વરસાદ પડ્યો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati