AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: નશીલા પદાર્થના વધુ 14 પેકેટ મળી આવ્યા, SOG અને મરીન પોલીસનું સમુદ્રી કિનારા પર સર્ચ ઓપરેશન

પોરબંદરમાંથી (Porbandar) 20 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. તમામ ચરસના પેકેટ તપાસ માટે FSLમાં મોકલાયા છે. આ તપાસમાં સામે આવ્યું હતું કે આ પેકેટ મારીઝુઆનના છે.

Porbandar: નશીલા પદાર્થના વધુ 14 પેકેટ મળી આવ્યા, SOG અને મરીન પોલીસનું સમુદ્રી કિનારા પર સર્ચ ઓપરેશન
Porbandar: 14 more packets of narcotic found, SOG and Marine Police continue search operation
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 7:54 PM
Share

સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ (Drugs) ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર (Porbandar) ના દરિયાકિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થો મળવાનો સિલસિલો યથાવત્ છે. આજે જૂનાગઢના માંગરોળ દરિયાઈ વિસ્તારમાંથી ફરી ચરસના (Charas) 50 પેકેટ મળ્યા છે. અત્યાર સુધીમાં ચરસના કુલ 90 પેકેટ જપ્ત કરાયા છે તો પોરબંદરમાંથી પણ વધુ 14 પેકેટ મળી આવ્યા હતા. તો ગત રોજ ગીર સોમનાથના (Gir Somanth) દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળ્યા હતા. પોલીસ સતત તપાસ કરી રહી છે અને વિવિધ દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી રહ્યા છે ત્યારે હજુ પણ ગુનેગારો દ્વારા ચરસના પોટલા ક્યાં કયાં નાખંવામાં આવ્યા છે તે મોટી તપાસનો વિષય બન્યો છે.

પોરબંદરમાંથી મળી આવેલા પેકેટ મારીઝૂઆનાના હોવાની શક્યતા

પોલીસ તપાસ દરમિયાન સૂત્રાપાડાના ધામળેજ બંદર ખાતેથી  પોલીસને વધુ એક બેગ મળી આવ્યું હતું. અત્યાર સુધીમાં 250 પેકેટ મળ્યા છે જેની કુલ કિંમત 3 કરોડથી વધુ હોવાનું અનુમાન છે. પોરબંદરમાંથી 3 તારીખના રોજ 20 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. જે પેકેટ મળી આવ્યા હતા તેને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ તપાસમાં સામે આવ્યું હતું કે આ પેકેટ મારીઝુઆનના છે.  મળી આવેલા 21 પેકેટોનુ કુલ વજન 23 કિલો 208 ગ્રામ જેટલું થયું છે. જેની બજાર કિંમત  આશરે 34 લાખ  જેટલી આંકવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી નશીલા પદાર્થો મળી રહ્યા હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને કોસ્ટલ એરિયામાં નીચી સપાટીએ હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. સતત પાંચ દિવસથી સમુદ્ર કિનારા પરથી બિનવારસી શંકાસ્પદ પેકેટ મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. આજે વધુ 14 પેકેટ મળતા એસઓજી અને મરીન પોલીસે સમુદ્રી કિનારા પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ગીર સોમનાથમાંથી પણ મળ્યા પેકેટ

ગીર સોમનાથમાં વધુ 113 કિલોનો શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવ્યો છે અને ત્રણ દિવસમાં કુલ 273 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ચરસની કિંમત 4 કરોડ જેટેલી છે અને હજુ પણ સુરક્ષા વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે. ઉનાના નાના સૈયદ રાજપરા બંદરથી કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ સહિતના બંદર વિસ્તારમાં SOG, LCB સહિત સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ હાથધર્યું છે. આ પહેલા મળેલા પેકેટ પર પાકિસ્તાનની સુગર મિલનો લોગો જોવા મળ્યો હતો જેની માહિતી તમામ સુરક્ષા એજન્સીઓને મોકલી દેવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">