પોરબંદરમાં કોસ્ટ ગાર્ડે આગમાં ફસાયેલી બોટમાંથી 7 માછીમારોને બચાવ્યા

|

Mar 12, 2021 | 6:59 PM

Porbandar : ICGS રાજરતન પોતાની મહત્તમ ઝડપ સાથે સ્થળ પર પહોંચ્યું હતું અને આગ બુઝાવવાનું કામ હાથ ધર્યું હતું. તમામ સાતેય ક્રૂને બચાવીને નજીકમાં રહેલી IFB ગાત્રાલ માછીમારી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.

પોરબંદરમાં કોસ્ટ ગાર્ડે આગમાં ફસાયેલી બોટમાંથી 7 માછીમારોને બચાવ્યા

Follow us on

Porbandar માં ભારતીય તટરક્ષક દળના જહાજ (ICGS) રાજરતનને પોતાના ક્ષેત્રમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય માછીમારી બોટ (IFB) દેવ તરફથી સંદેશો મળ્યો હતો કે, સાત ક્રૂ સાથેની IFB હરસિદ્ધિ નવાડ્રાથી અંદાજે 37NM સમુદ્રમાં આગમાં લપેટાઇ ગઇ છે.

ICGS રાજરતનને રિપોર્ટિંગ કરવામાં આવેલી જગ્યાએ શોધખોળ કરવાના અને તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા. ICGS રાજરતન પોતાની મહત્તમ ઝડપ સાથે સ્થળ પર પહોંચ્યું હતું અને આગ બુઝાવવાનું કામ હાથ ધર્યું હતું. તમામ સાતેય ક્રૂને બચાવીને નજીકમાં રહેલી IFB ગાત્રાલ માછીમારી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ક્રૂને ICGS રાજરતન પર લઇ જવામાં આવ્યા હતા. અને તેમને  જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ તેઓ સ્થિર અને સ્વસ્થ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું. સતત બે કલાક સુધી સતત આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં, હોડીને બચાવી શકાઇ નહોતી અને છેવટે દરિયામાં ડુબી ગઇ હતી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

બચાવી લેવામાં આવેલા ક્રૂને જાણ કરવામાં આવી હતી કે તેમની હોડીમાં એન્જિન રૂમમાં આગ લાગી હતી. અને આગ બહુ ઝડપથી ફેલાઇ રહી હોવાથી તેમની પાસે પ્રતિક્રિયા માટે સમય રહ્યો નહોતો. ક્રૂને ICGS રાજરતન દ્વારા 12 માર્ચ 2021ના રોજ Porbandar  લાવવામાં આવ્યા હતા. અને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.

Next Article