આગામી 31 ડીસેમ્બર સુધી પ્રવાસીઓ માટે Polo Forestમાં પ્રતિબંધ મુકાયો

|

Dec 25, 2020 | 10:52 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોળો ફોરેસ્ટ (Polo Forest) વિસ્તારમાં 2020ના અંતિમ દિવસોની રજા માણવાનું આયોજન થઈ શકશે નહીં.

આગામી 31 ડીસેમ્બર સુધી પ્રવાસીઓ માટે Polo Forestમાં પ્રતિબંધ મુકાયો

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોળો ફોરેસ્ટ (Polo Forest) વિસ્તારમાં 2020ના અંતિમ દિવસોની રજા માણવાનું આયોજન થઈ શકશે નહીં. જિલ્લા કલેકટર (Collector) દ્વારા આ અંગે એક જાહેરનામુ બહાર પાડીને 31 ડિસેમ્બર સુધી પ્રવાસીઓ પર પ્રતિબંધ ફરમાવાયો છે. કોરોના (Corona) સંક્રમણના વધતા વ્યાપને ધ્યાને રાખીને પ્રવાસીઓની ભીડ એકઠી ના થાય એ માટે થઈને કલેકટર સીજે પટેલ (CJ Patel) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પોળોનું આકર્ષણ ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar)ના લોકોને ખૂબ પસંદ છે. રજાઓના દિવસોમાં મોટા શહેરો જાણે કે અહીં ઉમટી પડતા હોય છે.

 

પોળો ફોરેસ્ટ વિસ્તાર આમ તો વન ડે પિકનીક માટે સહેલાણીઓ માટેનુ પસંદગીનુ સ્થળ છે. અહીંનું કુદરતી સૌંદર્ય જ પ્રવાસીઓ માટેનું આકર્ષણનુ કેન્દ્ર છે. શાંતિ અને હરીયાળી ઉપરાંત અહીંના સૈકાઓ પૌરાણિક જૈન અને શિવ મંદિરોના સમુહના કલા સ્થાપત્યને પણ નિહાળવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. ખાસ કરીને વિક એન્ડના દિવસો અને વર્ષ એન્ડિંગના દિવસોમાં પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. દિવાળીના તહેવારોના વેકેશનમાં પણ અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. જેને લઈને દિવાળીના તહેવારોમાં પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

હાલમાં વર્ષ 2020ના અંતને લઈને રજાઓને ધ્યાને રાખીને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે તારીખ 25, 26, 27, 30, 31ના રોજ પ્રતિબંધ અમલમાં રહેશે. પ્રવાસીઓ માટે પ્રતિબંધ જાહેરનામુ બહાર પાડી આ માટે સ્થાનિક પોલીસને જાહેરનામાનો અમલ કરવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત દિવસો દરમ્યાન બહારના પ્રવાસીઓ અહીં હરતા ફરતા જણાશે તો પોલીસ દ્વારા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ વાંચો: રોજગારીમાં સુધારો: ઓક્ટોબરમાં 11.75 લાખ નવા સભ્યો ESICમાં જોડાયા, EPFOમાં જોડાનારાઓની સંખ્યામાં ઘટાડો

Next Article