પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે દિવાળીના તહેવારોમાં હરવા ફરવા પર પ્રતિબંધ, કલેકટરે બે તબક્કામાં પાબંધી ફરમાવી

|

Nov 12, 2020 | 10:49 PM

દિવાળીના તહેવારોમાં સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટમાં જવાનું આયોજન કરતા હોય તો થોભી જજો. વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડીને પ્રવાસીઓ માટે પાબંધી ફરમાવી દીધી છે. આગામી 15 દિવસ દરમ્યાન બે તબક્કાના પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા કોરોના મહામારીને લઈને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને […]

પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે દિવાળીના તહેવારોમાં હરવા ફરવા પર પ્રતિબંધ, કલેકટરે બે તબક્કામાં પાબંધી ફરમાવી

Follow us on

દિવાળીના તહેવારોમાં સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટમાં જવાનું આયોજન કરતા હોય તો થોભી જજો. વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડીને પ્રવાસીઓ માટે પાબંધી ફરમાવી દીધી છે. આગામી 15 દિવસ દરમ્યાન બે તબક્કાના પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા કોરોના મહામારીને લઈને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને પોળો પ્રવાસન વિસ્તારને પ્રતિબંધીત જાહેર કરી દેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિસ્તારમાં બહારથી કોઈ પણ પ્રવાસી અહીં આવી શકશે નહીં અને અહી ફરી શકશે નહીં. આમ કરનારા પ્રવાસીઓ સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે. વિસ્તારમાં કાર અને મીની બસ કે લકઝરી બસની અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા તા. 14મી નવેમ્બર થી 22 નવેમ્બર સુધીના સળંગ 8 દીવસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત નવેમ્બર માસના અંતમાં 28, 29 અને 30 તારીખે એમ ત્રણ દિવસ માટે પ્રતિબંધ ફરમાવાયો છે. 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

 
જિલ્લા કલેકટર સીજે પટેલે કહ્યુ હતુ કે, પ્રવાસીઓના આરોગ્યની સુરક્ષાની જાળવણી કરવી આવશ્યક છે. જેના આગોતરા પગલાના ભાગરુપે જાહેરનામુ બહાર પાડ્યુ છે. કોરોનાની સ્થિતી દરમ્યાનથી તેને નિયંત્રણ કરવામાં આવી રહ્યુ છે. શનિ-રવિવારની રજાઓમાં પણ અકુંશ દાખવવામાં આવી રહ્યો છે. આમ ભીડને ધ્યાને રાખીને પગલા ભરવામાં આવી રહ્યા છે. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:04 pm, Thu, 12 November 20

Next Article