દિવાળી પહેલા ગુજરાતમાં ફુટશે રાજકીય ફટાકડા, વધુ એકવાર ભાજપ રચશે નવું મંત્રીમંડળ

દિવાળી પહેલા ગુજરાતમાં રાજકીય ફટાકડા ફૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત ભાજપમાં હાલમાં બધુ સમુસુથરુ નથી. દિલ્હી દરબારમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાજરી પુરાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાત ભાજપની તાજી સ્થિતિની સમિક્ષી કરી હતી. જેનો અર્થ એવો પણ આંકવામા આવી રહ્યો છે કે, ગુજરાતમાં વધુ એકવાર નવુ મંત્રીમંડળ અસ્તિત્વમાં આવશે.

દિવાળી પહેલા ગુજરાતમાં ફુટશે રાજકીય ફટાકડા, વધુ એકવાર ભાજપ રચશે નવું મંત્રીમંડળ
| Edited By: | Updated on: Oct 14, 2025 | 6:34 PM

દિવાળી પહેલા ભુપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવશે. રાજકીય સૂત્રો તરફથી જે પ્રકારે સમાચાર આવી રહ્યાં છે તે જોતા કહી શકાય કે, આગામી 16 થી 18 ઓક્ટોબર દરમ્યાન નવા મંત્રીઓની શપથ વિધિ યોજાશે. શપથ વિધિ બાદ કેબિનેટની બેઠક બોલવાશે. કેબિનેટની બેઠકમાં પોર્ટફોલિયો ફાળવવામાં આવશે. હાલ ભુપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્યમંત્રી સહિત 16 મંત્રીઓ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ભાજપની આગેવાનીમાં રચાયેલા પ્રધાનમંડળમાં આ સૌથી નાનુ પ્રધાન મંડળ ગણાય છે. હવે પછી વિસ્તરણ થનારા મંત્રી મંડળમાં 22 થી 23 મંત્રીઓની શકયતા રહેલી છે.

દિલ્હી દરબારમાં સીએમ અને પ્રદેશ પ્રમુખ હાજરી આપી આવ્યા બાદ, ભાજપના આતરીક સૂત્રોના જણાવ્યાનુસાર, વર્તમાન ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંડળમાંથી 7 થી 8 મંત્રીઓ પડતા મુકવામાં આવે તેવી શકયતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પ્રમાણમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવે એવી સંભાવના હોવાનુ કહેવાય છે.

વર્તમાન મંત્રી મંડળમા 5 નેતા સૌરાષ્ટ્ર ઝોનમાંથી

  • રાઘવજી પટેલ
  • મૂરુભાઇ બેરા
  • કુંવરજી બાવળીયા
  • ભાનુબેન બાબરીયા
  • પુરષોત્તમ સોલંકી

 

સૌરાષ્ટ્રમાંથી કોણ કપાશે?

  • રાઘવજી પટેલ
  • ભાનુબેન બાબરીયા

 

કોણ રિપીટ થશે

  • પુરષોત્તમ સોલંકી
  • કુંવરજી બાવળીયા

પુરષોત્તમ સોલંકીને હટાવવામાં આવે તો કોળી વોટ બેંકને યથાવત રાખવા તેમના ભાઈ હીરા સોલંકીની મંત્રીમંડળમાં નવી એન્ટ્રી થઈ શકે છે.

 

સૌરાષ્ટ્ર – કચ્છના એ ક્યાં ધારાસભ્યો જેમની નવા પ્રધાનમંડળ માટે ચાલી રહી છે ચર્ચા

સૌરાષ્ટ્ર કચ્છમાંથી કદાવર નેતાને નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી સંભવના છે. આમા જ્ઞાતી ફેકટરની સાથે સાથે આમ આદમી પાર્ટીની વધતી જતી પહોંચને અટકાવી શકે તેવા નેતાનો સમાવેશ કરાવમાં આવશે. કારણ કે, હવે જે મંત્રીમંડળ બનશે તે 2027 સુધી યથાવત રહેશે.

  • જયેશ રાદડિયા
  • જીતુ વઘાણી
  • અર્જુન મોઢવડીયા
  • ઉદય કાનગઢ
  • રીવાબા જાડેજા
  • મહેશ કસવાલા
  • કૌશિક વેકરિયા
  • પ્રદ્યુમન વાજા
  • અનિરુદ્ધ દવે
  • માલતી મહેશ્વરી

 

દક્ષિણ ગુજરાત ઝોન

વર્તમાન મંત્રીમંડળમાં દક્ષિણ ઝોનમાથી 5 નેતાઓ

  • હર્ષ સંધવી
  • મુકેશ પટેલ
  • કુંવરજી હળપતિ
  • પ્રફુલ પાનસેરીયા
  • કનુભાઇ દેસાઇ

 

કોણ કપાશે

  • કનુભાઇ દેસાઇ
  • કુંવરજી હળપતિ

——————–

કોણ રિપીટ થશે?

  • હર્ષ સંધવી
  • પ્રફુલ પાનસેરીયા
  • મુકેશ પટેલ

દક્ષિણમાંથી નવા ધારાસભ્યને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન?

  • જીતુ ચૌધરી (આદિવાસી નેતા)
  • નરેશ પટેલ (આદિવાસી નેતા)

 

ઉત્તર ગુજરાત ઝોન

  • ઋષિકેશ પટેલ
  • બળંવત સિહ રાજપુત
  • ભીખુસિહ પરમાર

કોણ કપાશે

  • ભીખુ સિંહ પરમાર

કોણ રિપીટ થશે

  • ઋષિકેશ પટેલ
  • બળવંત સિંહ રાજપૂત

કોણ નવા ચેહરા ઉમેરાય એવી શક્યતા

  • અલ્પેશ ઠાકોર
  • સી જે ચાવડા
  • પી સી બરંડા

 

મધ્ય ગુજરાત ઝોન

  • કુબેર ડિંડોર
  • બચુભાઈ ખાબડ
  • બન્ને નેતાઓને ડ્રોપ કરાય એવી શક્યતા

મધ્ય ગુજરાતમાંથી નવા ચહેરાઓ જેમના નામની ચાલી રહી છે ચર્ચા

  • મનીષા વકીલ
  • બાલકૃષ્ણ શુક્લા
  • પંકજ દેસાઈ
  • નિમિષા સુથાર
  • ચૈતન્ય દેસાઈ

 

અમદાવાદ

  • જગદીશ પંચાલ
  • પ્રદેશ પ્રમુખ છે એટલે મંત્રીમંડળમાંથી ડ્રોપ કરાશે

ક્યાં નવા નામો પર ચર્ચા

  • અમિત ઠાકર
  • હાર્દિક પટેલ
  • પાયલ કુકરાની

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:24 pm, Tue, 14 October 25