Vadodara: આયુર્વેદિક સિરપની આડમાં નકલી દારૂ બનાવવાના કેસમાં મોટા ખુલાસા, આરોપીએ આપી આ માહિતી

|

Dec 05, 2021 | 8:15 AM

Vadodara: PCBની ટીમે દરોડા પાડી સાંકરદામાંથી આલ્કોહોલિક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વધુ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.

વડોદરામાં (Vadodara) આર્યુવેદિક સિરપની આડમાં નકલી વિદેશી દારૂ (Alcohol) બનાવવાના કેસમાં આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા સામે આવ્યા છે. આરોપીએ આપેલી માહિતીના આધારે પોલીસે રેડ કરી છે. ત્યારે BIDC ના પ્લોટ 2 ની બિલ્ડિંગમાં પોલીસે દરોડો પાડી 200 લીટર ઈથેનોલ ભરેલા 59 બેરલ જપ્ત કર્યા છે. આ ઈથેનોલનો જથ્થો નકલી વિદેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતો હતો. પોલીસને દરોડામાં દારૂ ભરવા માટેની બોટલ બનાવવાનું મશીન પણ મળી આવ્યું હતું.

જણાવી દઈએ કે વડોદરા શહેરમાં દવાની આડમાં નશાનો વેપલો કરતી વધુ એક ફેક્ટરી ઝડપાઇ હતી. બાતમીને આધારે PCB ની ટીમે દરોડા પાડી સાંકરદામાંથી આલ્કોહોલિક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. PCB ની ટીમે ફેકટરીમાં હાજર ત્રણ શખ્સો સાથે લાખો રૂપિયાની દવા, રો માટિરીયલ અને પેકેજીંગ મશીનો જપ્ત કર્યા હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આયુર્વેદિક દવા બનાવવાની આડમાં ફેક્ટરીમાં નશીલી દવા બનાવવામાં આવતી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ પહેલા રાજકોટમાં આ રીતે નકલી સીરપ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. ગત સપ્ટેમ્બર મહિનામાં રાજકોટમાં નકલી દવા બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે એક્સપાયર થયેલી દવામાં ચ્યવનપ્રાશ, સીરમની ભેળસેળ કરવામાં આવતી હતી.આ ભેળસેળવાળી દવાને બોગસ ડોક્ટર પરેશ પટેલ મધુમેહનાશક નામે ઈમ્યુનિટી બૂસ્ટરના નામે લોકોને પધરાવતો હતો.

 

આ પણ વાંચો: પાટીલે મનસુખ વસાવા વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું ‘ખામીઓ સાથે પણ અમારા મિત્ર છે’

આ પણ વાંચો: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ, રાજ્યભરમાં ભરાયા આટલા ફોર્મ

 

Next Video