ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ, રાજ્યભરમાં ભરાયા આટલા ફોર્મ

Gujarat Gram Panchayat election: ગ્રામ પંચાયત માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે. ત્યારે રાજ્યભરમાં સરપંચ માટે 31,359 થી વધુ અરજીઓ આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 7:22 AM

Gujarat Gram Panchayat election: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે સરપંચ માટે 31 હજાર 359 ફોર્મ ભરાયા છે. અને સભ્ય માટે 1 લાખ 16 હજારથી વધુ ઉમેદવારી પત્રક ભરાયા છે. અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો, અમદાવાદ જિલ્લામાં 9 તાલુકામાં આ ચૂંટણી માટે મતદાન થવાનું છે. જિલ્લામાં સરપંચ માટે 1 હજાર 956 અને સભ્ય પદ માટે 6 હજાર 583 ઉમેદવારી પત્રકો ભરાયા છે.

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સૌથી વધારે સરપંચ અને સભ્યપદ માટેના ફોર્મ ભરવામાં આવ્યા છે. દસ્ક્રોઈ તાલુકામાં સરપંચ માટે 338 અને સભ્ય માટે 1 હજાર 210 ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યા છે.

ઉમેદવારીપત્રકો ભર્યા બાદ આગામી 6 ડિસેમ્બરના રોજ ફોર્મની થશે ચકાસણી કરવામાં આવશે. જ્યારે 7 ડિસેમ્બરે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જે બાદ સરપંચ અને સભ્યપદ માટેના ઉમેદવારો સાચું ચિત્ર સ્પષ્ટ થશે. આગામી 19 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યમાં 10 હજાર 879 ગ્રામ પંચાયત માટે મતદાન થવાનું છે. જે માટે 21 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Corona Vaccination : વેક્સિનેશનમાં આ રાજ્યએ મારી બાજી, તમામ પુખ્ત વયના લોકોને મળી ગયા વેક્સિનના બંને ડોઝ

આ પણ વાંચો: ઓમિક્રોનથી અમદાવાદમાં ફફડાટ, વેક્સિન લેવા લોકોએ લગાવી દોટ: બેદરકાર બનેલી પ્રજા જાગી!

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">