માસ્ક નહી પહેરી અન્યોને પણ માસ્ક નહી પહેરવા કહેનાર વેપારી સહીત 3 સામે પોલીસ કેસ

ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવાની જવાબદારી પોલીસની ( POLICE ) છે. ગાઈડલાઈન મુજબ માસ્ક ( mask ) નહી પહેરનાર સામે પોલીસ સખ્તાઈ દાખવે તેનો અનેક શહેરમાં વિરોધ થઈ રહ્યો છે.

| Updated on: Mar 22, 2021 | 7:36 AM

કોરોનાનો કહેર વધતા, પોલીસ ( POLICE ) કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા સખ્તાઈ દાખવી રહી છે. જો કે કોરોનાની ગાઈડલાઈનનુ પાલન નહી કરવાની વાત કરીને અન્યોને ઉશ્કેરનાર વેપારી સામે પોલીસે કાનુની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠામાં કોરોનાના કેસ ના વધે તે માટે જિલ્લા વહીવટી તંત્રે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરી છે. જો કે, સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન મુદ્દે વેપારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી. વાત એવી છે કે, પ્રાતિજના નાની ભાગોળ વિસ્તારમાં પોલીસ દ્વારા જે કોઈએ માસ્ક

( mask ) ના પહેર્યું હોય તેમની સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કર્યું. જેમાં એક વેપારીએ માસ્ક ના પહેર્યુ હોવાથી પોલીસે તેને દંડ ફટકાર્યો હતો. જો કે વેપારી દ્વારા પોલીસે ફટકારેલા દંડનો વિરોધ કર્યો હતો અને અન્યોને પણ માસ્ક નહી પહેરવા જણાવ્યું હતુ.

પોલીસ સાથે ઉગ્ર શાબ્દિક બોલાચાલી કરીને અન્યોને ઉશ્કેરનાર વેપારી સહીત અન્ય બે સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાંતિજ પોલીસે માસ્ક નહી પહેરનાર વેપારી ઉપરાત તેના ભાઈ અને અન્ય એક એમ કુલ ત્રણ જણા સામે સરકારી કામગીરી બજાવવામાં દખલ કરીને અવરોધ ઊભો કરવા, માસ્ક નહી પહેરવા અને અન્યોને માસ્ક નહી પહેરવા ઉશ્કેરવા અંગે કાનુની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">