PM Modi : ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરશે,આધુનિક ફાઇવ સ્ટાર હોટલને પણ ખુલ્લી મૂકશે

|

Jul 16, 2021 | 6:51 AM

Gandhinagar Capital Railway Station : વડાપ્રધાન 16 જુલાઇએ બપોરે 4 કલાકે ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહીત આઠ જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

PM Modi : ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરશે,આધુનિક ફાઇવ સ્ટાર હોટલને પણ ખુલ્લી મૂકશે
PM Narendra Modi inaugurates 5-star hotel built atop Gandhinagar railway station

Follow us on

PM Modi  રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃ નિર્મિત ગાંધીનગર(Gandhinagar)  કેપિટલ રેલવે સ્ટેશનના લોકાર્પણની સાથે ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ આપશે. વડાપ્રધાન 16 જુલાઇએ  બપોરે 4 કલાકે ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહીત આઠ જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. અહીં અત્યાધુનિક ફાઈવ સ્ટાર હોટલનું નિર્માણ રેલવે સ્ટેશનની પાસે કરવામાં આવ્યું છે. આ હોટલ 7400 ચો.મીટરમાં અંદાજિત રૂ.790 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. આ હોટલમાં કુલ 318 રૂમ છે… જેમાં રહેવાની બેજોડ વ્યવસ્થા છે.આ હોટલ મહાત્મા મંદિર ખાતે આવનારા વિવિધ ડેલિગેટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સક્ષમ છે.

રેલવે સ્ટેશનની શું છે વિશેષતા ?

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વૈશ્વિક કક્ષાની માર્ગદર્શિકા અનુસાર રેલવ સ્ટેશનનું નિર્માણ
સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન સબ-વે છે
અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિઓ માટેનું પ્રતીક્ષા સ્થળ
સેન્ટ્રલી એર-કન્ડીશંડ મલ્ટિપર્પસ હોલ
બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ
ઑડિયો-વિડીયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા
105 મીટર લાબું કોલમ વગરનું એલ્યુમિનમની છત ધરાવતું સ્ટેશન
આ સ્ટેશન દિવ્યાંગોને 100% સાનુકૂળ
ગુજરાત સરકારની 74 ટકા અને રેલવે મંત્રાલયની 24 ટકાની ભાગીદારી
કોઈપણ પ્રકારના મધ્યવર્તી ટેકા વગરની 345 ફિટ લાંબી સ્લિક એલ્યુમિનિયમ છત

બીજી તરફ રેલવે સ્ટેશનની ઉપર બનતી હોટલની વિશેષતાની વાત કરવામાં આવે તો..

હોટલની શું છે વિશેષતા ?

રેલવે સ્ટેશનની ઉપર અદ્યતન ફાઈવસ્ટાર હોટેલ બનાવવામાં આવી છે..
આ હોટેલ જમીનનાં સ્તરથી 22 મીટરની ઉંચાઈ પર છે
હોટલમાં પહોંચવા માટે 937 મીટર લાંબો એલીવેટેડ બ્રિજ
ફાઈવસ્ટાર હોટેલમાં કુલ 318 રૂમ છે
આ હોટેલ એરપોર્ટથી માત્ર 20 મીનીટમાં અંતરે આવેલી છે
હોટલમાં 4 પ્રેસીડેન્સીયલ સ્યુટ બનાવવામાં આવ્યા છે
ફાઈવ સ્ટાર હોયલ આશરે 7400 ચો. મીટરમાં બની છે
કુલ 790 કરોડના ખર્ચે બનાવી છે હોટલ
ગાંધીનગરની સૌથી ઉંચી બિલ્ડીંગ

આ પણ વાંચો : PM Modi 16 જુલાઇએ કરશે ગુજરાતમાં મહત્વના પ્રોજેકટોનું વર્ચ્યુયલ લોકાર્પણ

આ પણ વાંચો : Machu Pichhu Photo: 500 વર્ષ સુધી દુનિયાથી અજાણ રહ્યું આ રહસ્યમ શહેર, જાણો તેની રસપ્રદ વાતો

Published On - 6:43 am, Fri, 16 July 21

Next Article