AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશુપાલન ક્ષેત્રે હરણફાળ ભરવાની દિશામાં ગુજરાત, બનાસકાંઠાના ભીલડીમાં તૈયાર કરાયુ પશુ સંવર્ધન કેન્દ્ર

પશુપાલન ક્ષેત્રે હરણફાળ ભરવાની દિશામાં ગુજરાત, બનાસકાંઠાના ભીલડીમાં તૈયાર કરાયુ પશુ સંવર્ધન કેન્દ્ર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2026 | 7:23 PM
Share

બનાસકાંઠાના ભીલડીમાં PM મોદીએ ₹407.56 કરોડના ખર્ચે બનેલા અત્યાધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. આ કેન્દ્ર IVF ટેકનોલોજી દ્વારા પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ લાવશે, જ્યાં ઉત્તમ ગાયોમાંથી વર્ષે 20 જેટલા વાછરડાં મેળવીને દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકાશે. આ કેન્દ્ર ગુજરાતના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ગુજરાતમાં ખેતી બાદ પશુપાલન ક્ષેત્રે થશે ક્રાંતિ લાવવાની દિશામાં મોટુ પગલુ ભરવામાં આવી રહ્યુ છે. બનાસકાંઠાના ભીલડીમાં PM મોદી પશુપાલકોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. PMના હસ્તે 407.56 કરોડ રૂપિયાના ત્રણ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પૈકી 127 એકર જમીનમાં 324.77 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ થશે. આ કેન્દ્ર પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ TV9 સાથે કરી ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ PM મોદીનું વિઝન હતું. 3 વર્ષ અગાઉ બ્રાઝિલનાં ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમ બાદ શંકર ચૌધરીને ટકોર કહી હતી કે, જો બ્રાઝિલ આવી ક્રાંતિ કરી શકે તો ભારત શા માટે નહીં? ત્યારબાદ લેબને લેન્ડ સુધી પહોંચાડવાની કવાયત શરૂ થઇ.

ઇનવિટ્રો ફર્ટિલાઇઝેન એટલે કે આઇ.વી.એફ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે ઉત્તમ આનુવંશિક ગુણવત્તા ધરાવતી ગાયોની ઓલાદની વસતી ઝડપથી વધારી શકાય છે. સામાન્ય રીતે ગાયમાંથી વર્ષે એક વાછરડું મળે છે, જ્યારે IVF ટેક્નોલોજી દ્વારા યોગ્ય પરિસ્થિતિમાં એક ઉત્તમ ગાયમાંથી વર્ષે આશરે 20 જેટલા વાછરડાં મેળવવાની સંભાવના છે. આ લેબમાં OPU-IVF અને એમ્બેર્યો ટ્રાન્સફર એટલે કે ટેસ્ટટ્યૂબ વાપરીને શ્રેષ્ઠ ગાયમાંથી વર્ષે 10થી 20 ગર્ભ કાઢીને તેને લેબમાં પ્રોસેસ કરીને બીજી ગાયોમાં મૂકવામાં આવશે. તેનાં દ્વારા જન્મેલી ગાયોની ઓલાદ વધુ દુધ આપશે.

General Knowledge: રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની ઉંચાઈ એકસરખી કેમ રાખવામાં આવે છે?– આ છે કારણ

Published on: Oct 29, 2026 07:23 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">