વડાપ્રધાન મોદીની ‘લોકલ ફોર વોકલ’ની અપીલને લઈ દમણના પ્રશાસકે ખરીદી કરવાનો અનોખો પ્રયાસ કર્યો, પળવારમાં જ સ્થાનિક ચીજો ટપોટપ વેચાઈ ગઈ

|

Nov 13, 2020 | 9:14 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા ટાવર ચોક વિસ્તારમાં સ્વર્નિભરતાથી રોજગારી મેળવતા નાના નાના વેપારીઓની પાસેથી ખરીદી કરવાનો અનોખો પ્રોત્સાહન પુરુ પડાયુ હતુ. દમણ-દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રુફુલ્લ પટેલે પરીવાર સાથે આવીને ખરીદી કરી હતી. વડાપ્રધાન મોદીની અપીલ ‘લોકલ ફોર વોકલ’ને અનુસરવા માટે લોકોમાં સંદેશો ફેલાવવાની સાથે જ તેઓએ મોટી માત્રામાં ખરીદી કરીને સ્થાનિક નાના રોજગાર […]

વડાપ્રધાન મોદીની લોકલ ફોર વોકલની અપીલને લઈ દમણના પ્રશાસકે ખરીદી કરવાનો અનોખો પ્રયાસ કર્યો, પળવારમાં જ સ્થાનિક ચીજો ટપોટપ વેચાઈ ગઈ

Follow us on

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા ટાવર ચોક વિસ્તારમાં સ્વર્નિભરતાથી રોજગારી મેળવતા નાના નાના વેપારીઓની પાસેથી ખરીદી કરવાનો અનોખો પ્રોત્સાહન પુરુ પડાયુ હતુ. દમણ-દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રુફુલ્લ પટેલે પરીવાર સાથે આવીને ખરીદી કરી હતી. વડાપ્રધાન મોદીની અપીલ ‘લોકલ ફોર વોકલ’ને અનુસરવા માટે લોકોમાં સંદેશો ફેલાવવાની સાથે જ તેઓએ મોટી માત્રામાં ખરીદી કરીને સ્થાનિક નાના રોજગાર મેળવતા લોકોની સાથે વાત ચીત કરી હતી. દિવાળી નિમિત્તે તેઓ હિંમતનગરમાં ઉપસ્થિત હોઈ સ્થાનિક નાના વેપારીઓને મદદ રુપ થવા લોકોને આગળ આવવા માટે પ્રોત્સાહન આપવા રુપ ખરીદી કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સ્થાનિક સ્વરોજગાર મેળવતા દિવડા અને રંગોળીના રંગ બનાવવા તેમજ ઘરને સુશોભીત કરવાની ચીજ વસ્તુઓને કલાત્મક રીતે જાતે બનાવીને તેને સ્થાનિક બજારમાં વેચતા હોય છે. આવા સ્વરોજગાર ધરાવનારા પરીવારોને મદદરુપ થવા અને તેમની પાસેથી ખરીદી વધુ કરવાના આશયથી પ્રશાસક પ્રફુલ્લ પટેલે ખરીદી કરી હતી. તેમની સાથે તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલ પણ જોડાયા હતા. ઉપરાંત સ્થાનિક નગરપાલિકાના પ્રમુખ અનિરુદ્ધ સોરઠીયા અને પાલીકાના કોર્પોરેટરો ઉપરાંત શહેરના અને જિલ્લાના આગેવાનો પણ ખરીદી કરવા માટે જોડાયા હતા. તેઓએ સ્થાનિક લોકો ઉપરાંત શહેરના ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠીઓને પણ ખરીદી કરવા દરમ્યાન ફોન કરી આ પ્રકારની ખરીદી કરવા માટે આહવાન કર્યુ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સ્થાનિક નાનકડા રોજગારી મેળવનાર પરીવારોની મહિલાઓ અને યુવાનાઓએ પણ આ પ્રકારની પહેલને જોઈને ભાવુક બની ગયા હતા અને પોતાની દિવાળીને સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસ માટે પ્રશાસક પ્રુફુલ્લ પટેલને ભાવુકતા સાથે આભાર માન્યો હતો. આ દ્રશ્યો જોઈને આસપાસામાંથી પસાર થનારા લોકો પણ ખરીદીમાં જોડાયા હતા તો કેટલાક લોકોએ જાતે ખરીદી કરીને દિવડા જેવી દિવાળી ઉપયોગી ચીજોને ખરીદીને વિતરણ કરી દીધી હતી. આમ માત્ર એકાદ કલાકમાં જ ટાવર ચોકમાં રહેલા મોટાભાગના આવા નાના રોજગાર મેળનારાઓની તમામ ચીજો વેચાઈ જવા પામી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:11 pm, Fri, 13 November 20

Next Article