PM Kisan Sanman Nidhi Yojana : તમે જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના ૨૦૦૦ રૂપિયા ખાતામાં ના આવે તો ક્યાં ફરિયાદ કરવી

|

Apr 10, 2021 | 11:15 AM

PM Kisan Sanman Nidhi Yojana : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, જો તમારા ખાતામાં 2000 રૂપિયા ના હોય તો તમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયની આ હેલ્પલાઈન પર કોલ કરી શકો છો અને તેના વિશે માહિતી મેળવી શકો છો. ચાલો જાણીએ તમામ મહત્વપૂર્ણ બાબતો 

PM Kisan Sanman Nidhi Yojana : તમે જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના ૨૦૦૦ રૂપિયા ખાતામાં ના આવે તો ક્યાં ફરિયાદ કરવી
ફાઈલ ફોટો

Follow us on

PM Kisan Sanman Nidhi Yojana : તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ખેડુતોને લગતી આ સૌથી મોટી યોજના છે અને સરકાર પ્રત્યેક વાસ્તવિક ખેડૂતને લાભ આપવાનો પ્રયાસ કરી રહી છે જેથી ખેતીમાં સંકટ નો સામનો ના કરવો પડે, ભારત સરકારે કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની આઠમાં હપ્તા આપવાનું શરૂ કર્યું છે. સરકાર દ્વારા દેશના ખેડુતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જો કોઈ ખેડૂતને આ યોજના હેઠળ પૈસા મળ્યા નથી તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે તમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને ફરિયાદ કરી શકો છો.

2000 રૂપિયા મેળવવા અહીં ફરિયાદ કરો, તરતજ સમસ્યાનું સમાધાન થશે
સૌ પ્રથમ તમારે તમારા ક્ષેત્રના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીનો સંપર્ક કરવો પડશે અને તેઓને તે વિશે માહિતી આપવી પડશે. જો આ લોકો તમારી વાત નહીં સાંભળે, તો પછી તમે તેને સંબંધિત હેલ્પલાઈન પર પણ કોલ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે સોમવાર થી શુક્રવાર પીએમ કિસાન હેલ્પ લાઈન (PM KISAN Help Desk) ઇ-મેઇલ (Email) pmkisan ict@gov.in પર સંપર્ક કરી શકે છે. જો ત્યાંથી કોઈ વાંધો ના હોય તો પછી આ ફોન નંબર 011 23381092 (Direct HelpLine) ડાયરેક્ટ હેલ્પલાઈન પર કોલ કરો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ખેડુતો સતત ફરિયાદ કરી રહ્યા છે

છેલ્લા ઘણા મહિનાઓથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે ફરિયાદો આવી રહી છે. કે નોંધાયેલા ખેડુતોને પણ પૈસા મળતા નથી.

કેટલાક લોકોને તેમના ખાતામાં પહેલી હપ્તા મળી છે અને બીજો હપતો મળ્યો નથી. આવા લોકોએ પહેલા તેમના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીને પૂછવું જોઈએ કે શું તેમનું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં.

તો પછી તેમને પૂછો કે પૈસા કેમ નથી આવ્યા. જો તમને જવાબ ન મળે તો યોજનાની હેલ્પલાઇનનો સંપર્ક કરો. સરકાર દેશના તમામ 14.5 કરોડ ખેડૂતોને પૈસા આપવા માંગે છે. જો કોઈ સરકારનો આ હેતુને પૂર્ણ કરવામાં કોઈ અધિકારી અવરોધ બને તો તેની ફરિયાદ કરો

આ જ ગામમાં કેટલાક ખેડુતોના ખાતામાં બે-બે હજાર રૂપિયા આવ્યા હતા, જ્યારે કેટલાક એવા ખેડુતો છે જેનો હપ્તો તેમના ખાતામાં પહોંચ્યો નથી.

તમે આ યોજનાના ખેડૂત કલ્યાણ વિભાગનો (Farmer’s Welfare Section) સંપર્ક કરી શકો છો. દિલ્હી ઓફિસનો ફોન નંબર 011 23382401 છે, જ્યારે ઈ-મેલ (Email)pmkisan hqrs@gov.in છે.

 

Next Article