USના ટેક્સાસમાં હિટ એન્ડ રનની ઘટનામાં ગુજરાતી યુવકનું કરૂણ મોત, એકબાદ એક 14 ગાડીઓ ફરી વળી જુઓ Video

USના ટેક્સાસમાં હિટ એન્ડ રનની ઘટનામાં ગુજરાતી યુવકનું કરૂણ મોત, એકબાદ એક 14 ગાડીઓ ફરી વળી જુઓ Video

| Edited By: | Updated on: Aug 03, 2023 | 8:33 PM

ટુરિસ્ટ વિઝા પર USના ટેક્સાસ ગયેલા પાટણના યુવકનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત થયું છે. દર્ષિલ ઠક્કરના મોતથી પરિવારમાં શોક ગરકાવ થયો છે. મૃતદેહને ટેક્સાસથી પરત લાવવા પરિવારે CM પાસે મદદ માગી છે.

USના ટેક્સાસમાં પાટણના યુવકનું મોત થયું છે. યુવકનું મોત કાર અકસ્માતમાં (Car accident) થયું હોવાનું સામે આવ્યું છે. પાટણનો દર્ષિલ ઠક્કર ટુરિસ્ટ વિઝા પર ગયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ પણ વાંચો : Patan: રાધનપુર મામલતદાર કચેરીમાં જ લાંચની રકમ માંગતા વકીલ અને તલાટીને ACB એ ઝડપી લીધા, જુઓ Video

દર્ષિલ ઠક્કરનો મૃતદેહ ભારત લાવવા પરિવારે CM પાસે માગ કરી છે. મળતી માહિતી પ્રમાણે યુવક રોડ ક્રોસ કરતો હતો ત્યારે એકબાદ એક 14 ગાડીઓ ફરી વળી હતી. અકસ્માતની ઘટના બની તે પહેલા દર્ષિલ ઠક્કરે અમેરિકાથી વીડિયો કોલ કર્યો હતો. કાર અકસ્માતમાં મોત થયું છે. રોડ ક્રોસ કરતી વખતે ઘટના બની હોવાનું પણ સામે વાયુ છે. યુવકના મોતથી પરિવારમાં શોકમાં વ્યક્ત થયો છે. એકબાદ એક 14 ગાડી ફરી વળી છે.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો