Patan: રાણ કી વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયો, સુગમ સંગીતના કાર્યક્રમનું આયોજન કર્યું

|

Nov 20, 2022 | 4:49 PM

ગુજરાતના પાટણ શહેરમાં આવેલી સુપ્રસિદ્ધ રાણ કી વાવ ખાતે શનિવાર ની રાત્રે ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થા દ્વારા વોટર ફેસ્ટિવલનો ભવ્ય સુગમ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સંગીતના સાજીંદાઓએ પોતાના સુમધુર સંગીત અને ગીતોથી લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.

Patan: રાણ કી વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયો, સુગમ સંગીતના કાર્યક્રમનું આયોજન કર્યું
Ran Ki Vav
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના પાટણ શહેરમાં આવેલી સુપ્રસિદ્ધ રાણ કી વાવ ખાતે શનિવાર ની રાત્રે ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થા દ્વારા વોટર ફેસ્ટિવલનો ભવ્ય સુગમ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સંગીતના સાજીંદાઓએ પોતાના સુમધુર સંગીત અને ગીતોથી લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. ગુજરાતની નામાંકિત સંસ્થા ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ગુજરાતમાં આવેલા વિવિધ ઐતિહાસિક સ્થળોની ભવ્યતાને ઉજાગર કરવા માટે અને યુવાનો આપણા ભવ્ય ઇતિહાસ ને ઓળખતા થાય તે માટે આવા ઐતિહાસિક સ્થળોને રોશનીથી શણગારી ગુજરાત અને દેશના નામાંકિત કલાકારોને બોલાવીને સુગમ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

હેરીટેઝ વિકના પ્રથમ દિવસે  રાણી કી વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન

વર્ષ 2015 માં પણ આ સંસ્થા દ્વારા પાટણની રાણ કી વાવ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આગામી 19 થી 25 નવેમ્બર સુધી યોજાનાર હેરીટેઝ વિકના પ્રથમ દિવસે શનિવારના રોજ રાત્રે રાણી કી વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું .

રાણી ની વાવ ખાતે આજે યોજાયેલ વોટર ફેસ્ટિવલ માં સૌ પ્રથમ મહારાષ્ટ્રના ઢોલ ત્રાસામા 25 જેટલા કલાકારો દ્વારા ઢોલના ધબકારાઓથી કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી .ત્યારબાદ તબલવાદક ઉસ્તાદ ફજલ કુરેશી અને સરોદવાદક અયાનઅલીની જુગલ બંદી રજૂ થઇ હતી .ત્યાર બાદ ગુજરાતના નામાંકિત યુવા લોકસંગીત કાર આદિત્ય ગઢવી દ્વારા પોતાના મધુર સ્વરોથી શ્રોતાઓને ડોલાવ્યા હતા. જ્યારે કાર્યક્રમના હોસ્ટ તરીકે ટીવી અભિનેતા માનવ ગોહિલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પ્રસંગે ક્રાફટ ઓફ આર્ટ સંસ્થાના સ્થાપક અને આર્ટિસ્ટ ડિરેક્ટર બિરવા કુરેશી સહિત જિલ્લાના અધિકારીઓ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(With Input, Sunil Patel, Patan ) 

Next Article