PATAN : HNGUના વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળતા વિરોધ, કુલપતિએ આપ્યું વિવાદીત નિવેદન

|

Jun 28, 2021 | 5:31 PM

PATAN સ્થિત HNGU યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. આ વખતે ફરિયાદ ઉઠી છે કે યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં નથી આવ્યા.

PATAN : HNGUના વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળતા વિરોધ, કુલપતિએ આપ્યું વિવાદીત નિવેદન
ટેબલેટ ન મળતા વિરોધ

Follow us on

PATAN સ્થિત HNG યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. આ વખતે ફરિયાદ ઉઠી છે કે યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં નથી આવ્યા. નમો યોજના હેઠળ વિદ્યાર્થીઓને ટેલ્બેટ મળે છે. પરંતુ વર્ષ 2019 બાદ કોઈ વિદ્યાર્થીને ટેબ્લેટ આપવામાં નથી આવ્યા. જેને લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. આજે વિદ્યાર્થી સંગઠન CYSS દ્વારા કુલપતિેને આ મુદ્દે રજૂઆત કરાઈ છે. CYSSએ રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓના નાણા પરત આપો અથવા તેમને ટેબ્લેટ આપવામાં આવે.

તો આ મામલે HNGUના કુલપતિ જે.જે વોરાનું વિવાદીત નિવેદન બહાર આવ્યું છે. વિદ્યાર્થીઓને અત્યાર સુઘી સસ્તા ટેબલેટ આપવામાં આવતા હોવાનું VCએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ચાઇનાથી સસ્તા ટેબલેટ મંગાવીને વિઘાર્થીઓને આપવામા આવતા હતા. CYSS(આપ) સંગઠન દ્વારા ટેબલેટ મામલે VC સમક્ષ રજૂઆત દરમ્યાન VC દ્વારા આ વિવાદીત નિવેદન અપાયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Patan હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા નમો ટેબલેટ ના મળતા કુલપતિને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. આ મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના હાજારો વિદ્યાર્થીઓને 2019થી અત્યાર સુધી ટેબલેટના મળતા છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સોમવારે કુલપતિ આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.

છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કુલપતિને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના છેલ્લા દોઢ વર્ષથી ટેબલેટ મળ્યા નથી. તો વિદ્યાર્થીઓના કરોડો રૂપિયા વ્યાજ સાથે પરત કરવામાં આવે અથવા તો નમો યોજના અંતર્ગત ટેબ્લેટ વહેલામાં વહેલા આપવામાં આવે. જો બે દિવસની અંદર કોઈ નિર્ણય નહીં આવે તો છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો યુનિ કેમ્પસમાં હમ હમરા હક માગતે નહીં કિસીશે ભીખ માગતે, શિક્ષણ કે દલાલો કો જુતે મારો સાલો કોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

Next Article