Patan: પાટણના નાનાકડા ગામ જંગરાલના વતનીએ પોલેન્ડમાં સેવાની સુવાસ ફેલાવી, યુક્રેનથી આવતા શરણાર્થીઓ માટે શરૂ કરી ભોજનશાળા

મૂળ ભારતીય અને ગુજરાતના પાટણ જિલ્લાના નાનકડા એવા જંગરાલ ગામના વતની અરુણ બારોટ છેલ્લા ૨૦ દિવસથી પોલેન્ડના મુખ્ય રેલ્વે સ્ટેશન પર યુક્રેનથી આવતા આશ્રિતોને નિશુલ્ક ભોજન વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે.

Patan: પાટણના નાનાકડા ગામ જંગરાલના વતનીએ પોલેન્ડમાં સેવાની સુવાસ ફેલાવી, યુક્રેનથી આવતા શરણાર્થીઓ માટે શરૂ કરી ભોજનશાળા
પાટણના નાનાકડા ગામ જંગરાલના વતનીએ પોલેન્ડમાં શરણાર્થીઓ માટે ભોજનશાળા શરૂ કરી
Follow Us:
Sunil Patel
| Edited By: | Updated on: Mar 22, 2022 | 2:13 PM

યુક્રેન-રશિયાના યુદ્ધ (Ukraine-Russia war) દરમ્યાન લાખો લોકો યુક્રેન છોડી રહ્યા છે.અને અલગ અલગ સરહદ પરથી સરણાર્થીઓ અન્ય દેશોમાં આશરો લેવા મજબૂર બન્યા છે. ક્યાંક માતા પોતાના બાળકોને બચાવવા યુક્રેનમાં ઘર પરિવાર છોડીને બીજા દેશનો આશરો લેવા મજબૂર બની રહી છે. તો ક્યાંક યુક્રેનથી આવતા સરણાર્થીઓ (refugees) ને ભોજન માટે પણ મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે મૂળ ભારતીય અને ગુજરાતના પાટણ (Patan)  જિલ્લાના નાનકડા જંગરાલ ગામના વતનીએ માનવતાની મહેંક થકી દેશનું સન્માન વધાર્યું છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. મૂળ પાટણના વતની અરુણ બારોટે પોલેન્ડ (Poland) રેલ્વે સ્ટેશન પર આવતા સરણાર્થીઓને નિશુલ્ક ભોજન વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે. તેટલું જ નહિ સાથે સરણાર્થીઓને જરુરી અન્ય સામગ્રીની મદદ પણ પહોંચાડી રહ્યા છે.

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ઘનો આજે 28મો દિવસ છે. બંને દેશ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં હજારો લોકોના મોત નીપજ્યા છે જ્યારે લાખો લોકો બેઘર બન્યા છે. બંને દેશ વચ્ચે યુદ્ધના કારણે લાખો લોકો યુક્રેન છોડી રહ્યા છે. યુક્રેની નાગરીકો પોતાનું ઘરબાર છોડીને પોતાનો પોતાના પરીવાર અને બાળકોનો જીવ બચાવવા અલગ અલગ સરહદેથી અન્ય દેશ તરફ પહોંચી રહ્યા છે. લોકો જેવી તેવી સ્થિતિમાં પોતાના પરીવારનો જીવ બચાવવા દોટ મૂકી રહ્યા છે. લોકો પાસે રસ્તામાં જમવા માટે પણ ખાસ કંઇ ન હોવાથી જે ભૂખ સંતોષવા જે પણ મળી રહે તેનાથી કામ ચલાવી રહ્યા છે તેવી સ્થિતિનું નીર્માણ સર્જાયુ છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ યુદ્ઘની આ કપરી સ્થિતિમાં પણ જોવા મળી છે.

મૂળ ભારતીય અને ગુજરાતના પાટણ જિલ્લાના નાનકડા એવા જંગરાલ ગામના વતની અરુણ બારોટ છેલ્લા 20 દિવસથી સરણાર્થીઓની સેવા કરી રહ્યા છે. અરુણ બારોટ છેલ્લા ૨૦ દિવસથી પોલેન્ડના મુખ્ય રેલ્વે સ્ટેશન પર યુક્રેનથી આવતા આશ્રિતોને નિશુલ્ક ભોજન વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે. પોલેન્ડમાં અરુણ બારોટ છેલ્લા 18 વર્ષથી હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને પરીવાર સાથે પોલેન્ડમાં જ સ્થાયી થયા છે. પરંતુ જ્યારે આજે યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધથી લાખો લોકોના જીવન પર અસર પડી છે તેવા સમયે અરુણ બારોટ સરણાર્થીઓની સેવા માટે આગળ આવ્યા છે અને હજારો સરણાર્થીઓ માટે નિશુલ્ક ભોજન વ્યવસ્થા પણ આપી ચૂક્યા છે અને હાલમાં પણ તેમની આ માનવતાની મહેંક યથાવત્ છે.

કથાકાર જયા કિશોરીની માતા-પિતાને અપીલ, ભૂલથી પણ બાળકોને આ 4 વાત ન કહેતા
ગરમીમાં ઘરના કૂંડામાં જ ઉગાડો લીલોછમ ફુદીનો, જાણો સરળ રીત
બિઝનેસમેન કે ક્રિકેટર નહીં, જાણો ભારતમાં સૌપ્રથમ પ્રાઈવેટ જેટ કોણે ખરીદ્યું હતું?
ગરમીમાં ભૂલથી પણ ન પહેરતા આવા કપડા, થઈ શકે છે સ્કિન એલર્જી
કોઈપણ ટેન્શન વગર હોમ લોન થઈ જશે પૂરી, ફોલો કરો આ 5 ટિપ્સ
દાડમના ઝાડને આ સરળ ટીપ્સથી ઘરે જ કૂંડામાં ઉગાડો
native Jangral small village Patan spread word of service in Poland started restaurant for refugees from any country

પાટણના નાનાકડા ગામ જંગરાલના વતનીએ પોલેન્ડમાં શરણાર્થીઓ માટે ભોજનશાળા શરૂ કરી

અરુણભાઇને એટલો દેશપ્રેમ છે કે તેમને તેમની રેસ્ટોરેન્ટનુ નામ પણ “મી.ઇન્ડિયા” રાખ્યું છે

ભારતીય મૂળના અને ગુજરાતના પાટણ જિલ્લાના જંગરાલ ગામના વતની અરુણ બારોટે યુદ્ધ શરુ થતા જ યુદ્ઘની ગંભીરતાને ઘ્યાને લીઘી અને તેમની રેસ્ટોરેન્ટની ટીમને સરણાર્થીઓની સેવા માટે ખડેપગ રહેવા અપીલ પણ કરી હતી. તેટલું જ નહિ અરુણભાઇએ પોતાની રેસ્ટોરન્ટના વ્યવસાય પર ઓછું ધ્યાન રાખી પોલેન્ડ આવતા સરણાર્થીઓની સેવામાં પોતાની ટીમ સાથે પરોવાઇ ગયા. અરુણભાઇ બારોટે સરણાર્થીઓની સેવાને પ્રાથમિક પ્રાધાન્ય આપ્યું અને રોજ 400/500 લોકોને નિશુલ્ક ભોજન આપવાનું સેવાકાર્ય પણ શરુ કરી દીધું . તો અરુણભાઇ ભલે 18 વર્ષથી પોલેન્ડની ધરતી પર વસ્યા હોય પરંતુ તેમનો દેશપ્રેમ આજે પણ વિદેશી ધરતી પર છલકાતો જોવા મળી રહ્યો છે. અરુણભાઇને એટલો દેશપ્રેમ છે કે તેમને તેમની રેસ્ટોરેન્ટનુ નામ પણ “મી.ઇન્ડિયા” રાખ્યું છે. તો સાથે તેમની તમામ કારના નંબર પણ “ઇન્ડિયા” સીરીઝના રાખ્યા છે. સાથે તેમની રેસ્ટોરન્ટમાં ભારતીય સંસ્કૃતિના દર્શન પણ જોવા મળી રહ્યા છે. અને તેથી જ તેમની રેસ્ટોરન્ટના અન્ય કર્મચારીઓ પણ અરુણભાઇ બારોટના દેશપ્રેમને સલામ કરી રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિનું સન્માન પણ કરી રહ્યા છે.

જીવ બચાવીને પોલન્ડ આવેલી યુક્રેનની મહિલાએ કહ્યું અહીંની વ્યવસ્થા ખુબ સારી છે

બાળકો સાથે બોર્ડર ક્રોસ કરીને પોલન્ડ આવેલી યુક્રેનની મહિલાએ કહ્યું કે હુ મારા બાળકોનો જીવ બચાવવા પોલેન્ડ બોર્ડરથી આવી છું. મારા પરિવારના અન્ય સભ્યો અને મારા બાળકના પિતા હાલમાં પણ યુક્રેનમા જ છે. તે ત્યાં જીવના જોખમ વચ્ચે જજૂમી રહ્યા છે. યુક્રેનમા ખૂબ જ ભયાવહ સ્થિતિ સર્જાઇ છે. પોલેન્ડ આવી છું. અહીં ભોજન કેમ્પ સહિતની સારી વ્યવસ્થા છે. હવે અહીંથી નક્કી કરીશ કે હું મારા બાળકોને લઇને ક્યાં આશરો લેવા જઇશ.

native Jangral small village Patan spread word of service in Poland started restaurant for refugees from any country

પાટણના નાનાકડા ગામ જંગરાલના વતનીએ પોલેન્ડમાં શરણાર્થીઓ માટે ભોજનશાળા શરૂ કરી

આ સેવાકાર્ય વિદેશી નાગરીકોને પણ આકર્ષી રહ્યું છે

યુક્રેન-રશિયા ભીષણ યુદ્ધમાં લાખો લોકો હીજરત કરવા મજબૂર બન્યા છે. અને પોતાનું સર્વત્ર ત્યાં જ છોડીને એક નવી જીંદગી શરુ કરવા હાથેપગે નીકળી રહ્યા છે અને નવી દીશા અને નવા આશરાની શોધ તરફ વળ્યા છે. તો આ કપરા સમયે મૂળ ભારતીય અને ગુજરાતના પાટણ જિલ્લાના વતની અરુણ બારોટની આ માનવતાની મહેંક અને સેવાકાર્ય વિદેશી નાગરીકોને પણ આકર્ષી રહ્યું છે.

આ પણ વાંચોઃ  CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક, લેવાયા મહત્વનાં નિર્ણયો, સ્ટીલ મટીરિયલના વધતા ભાવોને લઈ સરકારી કામો અટવાયા, એક સાથે SORનો ભાવ વધારવા મુખ્યપ્રધાને સૂચના આપી

આ પણ વાંચોઃ Gandhinagar: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 માર્ચે આવશે ગુજરાત, કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત

Latest News Updates

આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
g clip-path="url(#clip0_868_265)">