આજે પણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, ઉતર ગુજરાત સહિત આ શહેરોમાં બારે મેઘ ખાંગા

|

Aug 25, 2022 | 6:45 AM

દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આજે પણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, ઉતર ગુજરાત સહિત આ શહેરોમાં બારે મેઘ ખાંગા
ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદી માહોલ

Follow us on

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ મેઘમહેરની આગાહી કરી છે.જેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદની શક્યતા છે.વરસાદની (Rain) સાથે સાથે ઝડપી પવન ફૂંકાવાના પણ સંકેત છે. સાથે જ ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ઉતર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 25 ઓગસ્ટ એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ હળવા વરસાદની સંભાવના છે. આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે. ઉપરાંત મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ શહેરમાં હળવા વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ શહેરમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે તેમજ હળવો વરસાદ થવાની શક્યતા છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદની શક્તયતા નહિવત છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે..તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે,તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે, તો દિવસ દરમિયાન મધ્યમ વરસાદ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મહેરબાન

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 32 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 31 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તો મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે)

Next Article