Gram Panchayat Election : પાટણના ચાણસ્માના ગલોલીવાસણા ગામમાં સભ્ય પદે માતા સામે પુત્રની હાર થઇ

|

Dec 21, 2021 | 1:28 PM

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામમાં સરપંચ તરીકે નટવરસિંહ ઓધારજી ઠાકોર 93 મતોથી વિજેતા જાહેર થયા છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાદપુરા ગામમાં સરપંચ તરીકે વિરાબેન હીરાભાઇ ઠાકોર વિજેતા જાહેર થયા છે. સમી તાલુકાના અદગામ ગામમાં સરપંચ તરીકે ભીલ મુનભાઇ વિજેતા બન્યા છે.

Gram Panchayat Election : પાટણના ચાણસ્માના ગલોલીવાસણા ગામમાં સભ્ય પદે માતા સામે પુત્રની હાર થઇ
Gram Panchayat Election:

Follow us on

Gram Panchayat Election : ચાણસ્માના ગલોલીવાસણા ગામમાં વોર્ડ નં. 04ના સભ્ય પદે માતા સામે પુત્રની હાર થઇ છે. માતાએ પુત્રને 27 મતેથી હરાવીને માતાએ વિજય મેળવ્યો છે. ત્યારે પરિવારજનોએ વિજયોત્સવ મનાવ્યો હતો.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં સભ્ય પદની દાવેદારી માતા અને પુત્રએ સામ સામે નોંધાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જેમાં પુત્રની સામે માતાની 27 મતે જીત થઇ છે.

ગલોલીવાસણા ગ્રામ પંચાયતની વોર્ડ નંબર 4ની સભ્યની બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર માતા દિવાબેન સોમાભાઈ સેનમાને 45 મત મેળવ્યા હતા. તો પુત્ર દશરથભાઈ સોમાભાઈ સેનમાને 18 મત મળતા માતા દિવાબેન સેનમાએ 27 મતોથી વિજય હાંસલ કરી પુત્ર દશરથભાઈને માત આપી હતી. જોકે, સભ્ય પદ માટે માતા પુત્ર વચ્ચે ચૂંટણી યોજાઈ હોય માતાની જીતની ખુશી પરિવારે સાથે મનાવી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તો અન્ય પાટણ જિલ્લાના અન્ય તાલુકાના ગામોના પરિણામોની વાત કરીએ તો, સાંતલપુર તાલુકાના ઝંડાલા ગામમાં સરપંચ પદ તરીકે પોપટભાઇ સુડાભાઇ ઠાકોર વિજેતા જાહેર થયા છે. તેઓ 90 મતથી વિજેતા જાહેર થયા છે. તો સરસ્વતી તાલુકાના જેસગપુરા ગામમાં જેમાબેન સુથારનો સરપંચ તરીકે વિજેતા થયા છે. તો રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં માણેકબેેન મુકેશભાઇ સોલંકીનો 17 મતોથી વિજેતા જાહેર થયા છે. તો હારીજ તાલુકાના જસવંતપુરા ગામમાં રસીદાબેન કુતુબભાઇ વોરાનો સરપંચ તરીકે વિજેતા જાહેર થયા છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામમાં સરપંચ તરીકે નટવરસિંહ ઓધારજી ઠાકોર 93 મતોથી વિજેતા જાહેર થયા છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાદપુરા ગામમાં સરપંચ તરીકે વિરાબેન હીરાભાઇ ઠાકોર વિજેતા જાહેર થયા છે. સમી તાલુકાના અદગામ ગામમાં સરપંચ તરીકે ભીલ મુનભાઇ વિજેતા બન્યા છે. સમી તાલુકાના રૂપનગર ગામમાં જીતેન્દ્રભાઇ ચૌધરી સરપંચ તરીકે વિજેતા બન્યા છે. સમી તાલુકાના દાદકા ગામમાં સરપંચ તરીકે જાધવ મણીબેન ભગવાનભાઇ વિજેતા બન્યા છે. સમી તાલુકાના ભદ્રાડા ગામમાં વિજેતા સરપંચ બન્યા છે નાડોદા ગુણવતીબેન 110 મતોથી વિજેતા બન્યા છે. પાટણના શંખેશ્વર તાલુકાના રણોદ ગામમાં સરપંચ તરીકે મલુભાઇ વઢેર 41 મતોથી વિજેતા જાહેર થયા છે.

 

આ પણ વાંચો : Gram Panchayat Election 2021 : સુરતના ઓલપાડ તાલુકાના આ ગામોના ચૂંટણી પરિણામો જાહેર, કરમલા ગામમાં હેમલત્તાબેન ગોલાણીનો વિજય

આ પણ વાંચો : Sabarkantha: હેડ કલાર્ક પેપર લીક કાંડનો મુખ્ય આરોપી જયેશ પટેલ ઝડપાયો

 

 

 

Next Article