PATAN : રાધનપુરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોના આરોગ્યને લઇને જોખમ

|

Oct 09, 2021 | 3:20 PM

રાધનપુરમાં જાણે રોગચાળો ગમે તે સમયે દતક દે તેવા ગંદકીના દ્રશ્યો શહેરમાં ઠેર ઠેર સર્જાયા છે. જેને લઇને સ્થાનિક રહીશોને ચિંતા છે કે તેમના બાળકો બીમારીનો શિકાર ન બને.

PATAN : રાધનપુરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોના આરોગ્યને લઇને જોખમ
PATAN: The realm of dirt in Radhanpur, a threat to the health of the locals

Follow us on

પાટણના રાધનપુરમાં એટલી હદે ગંદકી ખદબદી છે કે રાધનપુરના રહીશોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં ઉભરાતી ગટર અને માર્ગ પર કીચડના સામ્રાજ્યને લઇને રહીશોમાં પાલિકાતંત્ર સામે ભારે રોષ ભભૂક્યો છે. રહીશોને ખદબદતી ગંદકીથી રોગચાળાની ચિંતા ઉદ્દભવી છે.

પાટણના રાધનપુરના રહીશોમાં ભારે રોષ. રહીશોના રોષનું કારણ બન્યું છે તેમના પરિવારનું સ્વાસ્થ્ય અને આરોગ્ય. સમગ્ર શહેરમાં ફેલાઇ ચૂક્યું છે ગંદકીનું સામ્રાજ્ય. ઉભરાઇ રહી છે શહેરની ગટરલાઇનો. જેને લઇને રાધનપુરના રહીશો હવે નગર પાલિકાના સતાધીશો સામે રોષે ભરાયા છે. શહેરમાં એટલી હદે ગંદકી, કીચડ અને ગટરનું ઉભરાતું દુષિતપાણીથી રોગચાળાને નોતરી રહ્યું છે. શહેરમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળાની ભીતિ સેવાઇ છે. ગટર અને ગંદકીથી પાણી અને મચ્છરજન્ય એવી ડેન્ગ્યુ જેવી જીવલેણ બીમારીની ચિંતા હવે સ્થાનિકોને સતાવવા લાગી છે.

રાધનપુરમાં જાણે રોગચાળો ગમે તે સમયે દતક દે તેવા ગંદકીના દ્રશ્યો શહેરમાં ઠેર ઠેર સર્જાયા છે. જેને લઇને સ્થાનિક રહીશોને ચિંતા છે કે તેમના બાળકો બીમારીનો શિકાર ન બને. તેમ છતાંય રાઘનપુરનુ નગરોળ પાલિકા તંત્ર જાણે દુષિતપાણીથી ઉદ્દભવતા જીવલેણ એવા કોલેરા, મેલેરીયા જેના રોગચાળો અને બીમારીની મોટી ઘટના ઘટવાની રાહ જોઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેમ કે સ્થાનિકો દ્વારા વારંવાર ગંદકી મામલે રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાંય શહેરમાં ગંદકી અને ગટરની સમસ્યાનો કોઇ જ પરીણામલક્ષી કામ તંત્ર દ્વારા નથી કરવામા આવ્યું . કરોડો રુપિયા ખર્ચે શહેરમાં ગટરનું કામ પણ કરવામા આવ્યું છે તેમ છતાંય ગંદકી અને ગટરની સમસ્યાની સ્થિતિ તેમની તેમ જ છે.

એવું નથી કે રાઘનપુરમા ગંદકી અને ગટરની સમસ્યા ચોમાસા દરમ્યાન જ ઉદ્દભવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે રાધનપુર શહેરમાં વર્ષોથી ગટર અને ખદબદતી ગંદકીનુ સામ્રાજ્ય યથાવત્ જ છે જો કે આ સમસ્યા ચોમાસા દરમ્યાન વઘુ મુશ્કેલ બંને છે. રાધનપુરના રહીશોની સૌથી મોટી સમસ્યા શહેરની ગટર અને ગંદકી છે . રાજકીય નેતાઓ પણ સ્થાનિકો પાસે આ જ મુદ્દે મત મેળવી જીતી જાય છે. અને ત્યારબાદ સ્થાનિક રહીશોને આપેલા વચન માત્ર વચન બનતા રહીશોએ નેતાઓને આપેલો વિશ્વાસમત હારી જાય છે.

Next Article