Patan: હાર્દિક પટેલના રાજીનામાં બાદ ધારાસભ્ય કિરિટ પટેલે આપ્યું આ નિવેદન

|

May 18, 2022 | 5:51 PM

પાટણના(Patan) કોંગ્રેસના ધારાસભ્ય  કિરિટ પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે કોઇ એકના જવાથી પક્ષને કોઇ ફરક નથી પડતો. તેમજ સમાજ કોઇ એક વ્યકિત પાછળ નથી દોરાતો.

Patan: હાર્દિક પટેલના રાજીનામાં બાદ ધારાસભ્ય કિરિટ પટેલે આપ્યું આ નિવેદન
Patan MLA Kirit Patel React On Hardik Patel Resign

Follow us on

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીની(Gujarat Assembly Election 2022)  હલચલ વચ્ચે હાર્દિક પટેલે(Hardik Patel)  કોંગ્રેસમાંથી  રાજીનામું ધરી દીધું છે .જેમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય  કિરિટ પટેલે(Kirit Patel)  હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે કોઇ એકના જવાથી પક્ષને કોઇ ફરક નથી પડતો. તેમજ સમાજ કોઇ એક વ્યકિત પાછળ નથી દોરાતો. આ ઉપરાંત હાર્દિક પટેલની આગળની રણનીતી સામે કોંગ્રેસ બીજી રણનીતિ નક્કી કરશે. તેમજ હાલમાં હાર્દિક પટેલે ભાજપમાં જોડાવા મામલે કોઇ પૃષ્ટી કરી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકારણ અને પ્રેમમાં બધુ જ સંભવ છે.

કોંગ્રેસના નેતૃત્વ સામે ભારોભાર નારાજગી દર્શાવેલી

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે આ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો ગણી શકાય. ઘણા સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજગીના સૂર રેલાવ્યા બાદ હવે અંતે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. હાર્દિક પટેલે પોતાના ટ્વીટર હેન્ડલ પર કોંગ્રેસ સાથે નારાજગી દર્શાવતો મોટો પત્ર પણ મુક્યો છે. હાર્દિક પટેલે રાજીનામાના આ પત્રમાં કોંગ્રેસના નેતૃત્વ સામે ભારોભાર નારાજગી દર્શાવેલી છે. ત્યારે હાર્દિક પટેલે ટોચના નેતૃત્વ પર આ મોટા 13 આરોપો લગાવ્યા છે.

હાર્દિક પટેલે પત્રમાં કરેલો ‘મોબાઇલ’નો ઉલ્લેખ

કોંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઈપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઇલ અને અન્ય બાબતો પર વધારે રહેતું. જ્યારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા. ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય, તો કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોવે?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પહેલા ટ્વીટર પરથી હટાવ્યો હતો પોતાનો હોદ્દો

હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રત્યે નારાજગીના સૂર ઘણા સમયથી સાંભળવા મળી રહ્યા હતા. આ પહેલા હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પર એક આંખે ઉડીને વળગે તેવી વાત સામે આવી હતી. હાર્દિક પટેલે તેમના ટ્વીટર હેન્ડલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’ હટાવ્યું હતુ. આ લખાણ કયા કારણને લઇને હટાવાયુ હતુ તે એક ચર્ચાનો વિષય બન્યો હતો. હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પરથી હટેલુ ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’નું લખાણ તેમની કોંગ્રેસ તરફની નારાજગીને સૂચવી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ હતુ. ત્યારે હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આ ચર્ચાઓનો અંત લાવી દીધો છે.

(With Input ,Sunil Patel, Patan )

Next Article