Patan : હારીજના જલિયાણ ગ્રુપ પર ઇન્કમટેક્સનું સર્ચ, ઓફિસ બંધ હોવાથી કર્મચારીઓ બેસી રહ્યા

|

May 26, 2022 | 5:21 PM

પાટણના(Patan) હારીજના જલિયાણ ગ્રુપની હારીજમાં આવેલી ઓફિસ અને ઘર પર વહેલી સવારે 5 વાગ્યાથી જ આઈટી વિભાગની ટીમો પહોંચી હતી.જો કે જલિયાણ ગ્રુપના માલિકના ભાઈના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી ઓફિસ અને ઘર બંધ હતા

Patan : હારીજના જલિયાણ ગ્રુપ પર ઇન્કમટેક્સનું સર્ચ, ઓફિસ બંધ હોવાથી કર્મચારીઓ બેસી રહ્યા
Incometax Raid

Follow us on

ગુજરાતમાં (Gujarat) પાટણના (Patan) હારિજ સ્થિત જલિયાણ ગ્રુપની ઓફિસ અને રહેઠાણ પર આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગ(Income Tax) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં લાંબા સમય બાદ પાટણ જિલ્લામાં આઈટી વિભાગના દરોડાના પગલે કરચોરી કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો કે વહેલી સવારે જલિયાણ ગ્રુપની હારીજમાં આવેલી ઓફિસ અને ઘર પર વહેલી સવારે 5 વાગ્યાથી જ આઈટી વિભાગની ટીમો પહોંચી હતી.જો કે જલિયાણ ગ્રુપના માલિકના ભાઈના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી ઓફિસ અને ઘર બંધ હતા. જેના પગલે જલિયાણ ગ્રુપના માલિક પરત ફર્યા બાદ ઘર અને ઓફિસની તપાસ થાય તેવી શક્યતા છે. જલિયાણ ગ્રુપ જમીન,મકાન અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલું છે.

એશિયન સિરામીક્સ ગ્રુપ અને ખાનગી ફાયનાન્સ પેઢીમાં ઈન્કમટેક્સના વહેલી સવારથી દરોડા

આ ઉપરાંત એશિયન સિરામીક્સ ગ્રુપ અને ખાનગી ફાયનાન્સ પેઢીમાં ઈન્કમટેક્સના વહેલી સવારથી દરોડા પડ્યા છે. હિંમતનગરમાં ગ્રુપના ડીરેક્ટરોના બંગ્લોઝ, ઓફીસો, ફેક્ટરીઓ અને શોરુમમાં વહેલી સવાર થી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે. ખાનગી ફાયનાન્સ સિમંધર નામની પેઢી અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરમાં ઓફીસો ધરાવે છે. જે પેઢી અને તેમના સંચાલકોને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને એશિયન ગ્રુપમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

એશિયન ગ્રુપના ડીરેક્ટરોના બંગ્લોઝ ખાતે પણ મોટા પ્રમાણમાં અધિકારીઓ વહેલી સવારે આવી પહોંચ્યા હતા. આ સાથે જ પ્રાંતિજ નજીક આવેલ દલપુર અને કાટવાડ સિરામીક્સ ઝોનની ફેક્ટરીઓમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિરામીક્સ જોન અને શહેરના ખાનગી ફાયનાન્સ પેઢીઓમાં આઇટીની કાર્યવાહી ના સમાચાર જાણીને ફફડાટ વ્યાપી ગયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હિંમતનગર શહેરના મહાકાળી મંદિર રોડ પર આવેલા એશિયન પરિવાર બંગ્લોઝના મુખ્ય ગેટ પર વહેલી સવારથી એસઆરપીના જવાનોનો બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો હતો. આ સાથેજ અંદર રહેલા તમામ બંગલાઓમાં ઇન્કમટેક્ષના અધિકારીઓ અને કર્મચારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ ઉપરાંત પ્રાંતિંજ હિંમતનગર નેશનલ હાઈવે પર આવેલી એશિયન ગ્રુપની ફેક્ટરીઓ અને શો રુમમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

દલપુર પાસે આવેલા વિશાળ શો રુમ અને તેની પાસે રહેલી અમેઝોન સિરામીક્સ ફેક્ટરી જે હવે એશિયન ના સંચાલન હેઠળ હોવાને લઈ તેમાં પણ તપાસ હાથ ધરી હોવાનુ સુત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે. આ ઉપરાંત સિરામીક ઝોનમાં આવેલી તેની મુખ્ય ફેક્ટરી અને ઓફીસમાં પણ સર્ચ ઓપરેશન જારી કરાયુ છે.

 

 

Next Article