AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: ગોધરા તાલુકાના ઓરવાડા ગામે ત્રણ યુવાનોને બેરહેમી પૂર્વક માર મરાતો હોવાનો વીડિયો વાયરલ

ગામના અગ્રણીઓની સમજાવટ બાદ ત્રણેય યુવાનોને છોડી દેવાયા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ (Police) એક્શનમાં આવી હતી. પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchmahal: ગોધરા તાલુકાના ઓરવાડા ગામે ત્રણ યુવાનોને બેરહેમી પૂર્વક માર મરાતો હોવાનો વીડિયો વાયરલ
three youths being brutally beaten
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 10:53 AM
Share

ગોધરા (Godhra) તાલુકાના ઓરવાડા ગામે ત્રણ યુવાનો (youth) ને બેરહેમી પૂર્વક માર મરાતો હોવાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (viral) થયો છે. પ્રેમપ્રકરણની આશંકાએ ત્રણ યુવાનોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ગામના અગ્રણીઓની સમજાવટ બાદ ત્રણેય યુવાનોને છોડી દેવાયા હતા. ઓરવાડાના બારીયા ફળિયાની ઘટના હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ (Police) એક્શનમાં આવી હતી. પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આદિવાસી વિસ્તારમાં નાનીએવી બાબતમાં લોકોને બાંધીને માર મારવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. દર વખતે વીડિયો વાયરલ થાય છે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. છતાં આ પ્રકારનો અમાનુષી ત્રાસ અટકતો નથી. મહત્ત્વની વાત એ છે કે ગામલોકોની હાજરીમાં યુવકોને બાંધીને મારવામાં આવે છે છતાં કઈ તેને બચાવવા વચ્ચે પડતું નથી. જેના પરથી એવું લાગે છે કે આ વિસ્તારમાં આવી પ્રથા થઈ ગઈ છે.

મોટા ભાગે પ્રેમ પ્રકરણમાં યુવતીના પરવારજનો દ્વારા યુવકોને આવી સજા અપાતી જોવા મળે છે. યુવકોને માર મારવાની સાથે તેમને અપમાનિત કરવાના ઇરાદાથી આવું કરાય છે. ઘણી વખત યુવતીઓ કે મહિલાઓ પણ પ્રેમ સંબંધના કારણે આવા અત્યાચારનો ભાગ બને છે.

આ પણ વાંચોઃ કોરોનાના વધુ એક વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી, વડોદરામાં દર્દીમાં XE વેરિયન્ટ જોવા મળ્યો

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં વર્ગ-1ના અધિકારી 15 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, પેટ્રોલ પંપ માટે જમીન NA કરવા લાંચ માગી હતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">