Panchmahal ના પિંગડી ગામના સરપંચે અત્યાર સુધી 75,000 લોકોના અંગદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યા

|

Sep 17, 2022 | 10:32 PM

ગુજરાતના પંચમહાલ(Panchmahal)જિલ્લાના પિંગડી ગામના(Pingdi)સરપંચ અને માજી તાલુકા-જિલ્લા પંચાયત સદસ્ય વિજયસિંહ સોલંકીએ(Vijaysinh Solanki) અંદાજે માત્ર નવ મહિનાના સમયગાળામાં 75,000 લોકોને અંગદાન(Organ Donation) માટે રાજી કર્યાં છે.

Panchmahal ના પિંગડી ગામના સરપંચે અત્યાર સુધી 75,000 લોકોના અંગદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યા
Panchamahal Organ Donation Registration Sanman Samaroh

Follow us on

ગુજરાતના પંચમહાલ(Panchmahal)જિલ્લાના પિંગડી ગામના(Pingdi)સરપંચ અને માજી તાલુકા-જિલ્લા પંચાયત સદસ્ય વિજયસિંહ સોલંકીએ(Vijaysinh Solanki) અંદાજે માત્ર નવ મહિનાના સમયગાળામાં 75,000 લોકોને અંગદાન(Organ Donation) માટે રાજી કર્યાં છે. તેમની ઉત્કૃષ્ટ અને સમાજ માટે ઉપયોગી કામગીરીને બિરદાવતા ભારતીય જનતા પાર્ટીના ઉપ-પ્રમુખ અને માજી ગૃહમંત્રી ગોરધન ઝડફીયાએ તેમનું સન્માન કર્યું હતું.

આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં

આ પ્રસંગે ઉપસ્થિતિ લોકોને સંબોધન કરતાં વિજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી લોકો રક્તદાન કરવાથી પણ ગભરાતા હતાં અને સરકારના અથાક પ્રયાસો બાદ હવે સામાન્ય વ્યક્તિ રક્તદાન કરવા તૈયાર થયાં છે. આ સ્થિતિને જોતાં અંગદાન તેમના માટે એકદમ નવો વિષય હતો અને વિશેષ કરીને ગ્રામિણ વિસ્તારના લોકોમાં અંગદાન સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ દૂર કરીને તેમને અંગદાન કરીને બીજા જરૂરિયાતમંદ વ્યક્તિનો જીવ બચાવવામાં સહભાગી બનાવવા એક મોટો પડકાર હતો. જોકે, મારી સાથે આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં અને આ મહાન કાર્યમાં તેમણે અભુતપૂર્વ યોગદાન આપ્યું તેની મને ખુશી છે.

અંગદાન વિશે સામાન્ય જનતા વચ્ચે વધુ જાગૃતિ ફેલાવીશું

તેમણે ઉમેર્યું હતું કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમે 75,000 રજીસ્ટ્રેશન સાથે તેમને એક વિશેષ ભેટ આપી છે. લગભગ નવ મહિના પહેલાં મેં લોકોને અંગદાન માટે રજીસ્ટર કરાવવાની શરૂઆત કરી હતી અને આજે અમે એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં અમે વધુ લોકો સુધી પહોંચીને અંગદાન વિશે સામાન્ય જનતા વચ્ચે વધુ જાગૃતિ ફેલાવીશું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિજયસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં તેમના ભત્રીજાનો અકસ્માત થયો હતો જેમાં તેનું મોત થયું હતું જે સમયે ડોક્ટર દ્વારા તેઓને તેમના ભત્રીજાનો અંગદાન કરવા સલાહ આપી હતી જોકે પરિવારમાં રહેલી ગેરસમજ અને અંધશ્રદ્ધા ના કારણે તેઓએ ઇન્કાર કર્યો હતો જેના થોડા મહિના બાદ તેમને તેઓની ભૂલ સમજાઈ હતી અને બાદમાં તેઓએ લોકોને અંગતાનું પ્રત્યે જાગૃત બનાવવા અને રક્તદાન કરવા જાગૃતિ લાવવાનો સંકલ્પ કર્યો અને બાદમાં તેઓએ અંગદાન મહાદાન અભિયાન સમિતિ બનાવીને તેમના આ અભિયાનની શરૂઆત કરી.

80 ટકા લોકો અંગદાનના અભાવે મોતની ભેટી રહ્યા છે

તો બીજી તરફ કાર્યક્રમમાં હાજર મુખ્ય અતિથિ એવા પૂર્વ ગૃહ મંત્રી ગોવર્ધન  ઝડફિયાએ  જણાવ્યું હતું કે હાલમાં અંગદાનની જરૂરિયાત સામે 20 ટકા અંગદાન થઈ રહ્યું છે ત્યારે 80 ટકા લોકો અંગદાનના અભાવે મોતની ભેટી રહ્યા છે જેથી અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે જે માટે વિદેશી એ જે કાર્ય કર્યું છે તેમના તેઓએ વખાણ કર્યા સાથે લોકોને પણ અંગદાન સાથે રક્તદાન અંગે જાગૃત બનવા માટે પણ અપીલ કરી જેથી કરીને અંગત દાનથી વંચિત રહેલા લોકોના જીવ બચાવી શકાય સાથે તેઓએ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં બે રસ્તા નહીં બને તો ચાલશે પરંતુ અંગદાન ના અભાવે લોકોના મોત થાય તે ચલાવી ન લેવાય જેથી કરીને અંગતાને લઈને જાગૃત થવું ખૂબ જરૂરી છે.

અંગદાન વિશે જાગૃત કરવા  ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે વિવિધ ઝુંબેશ શરૂ કરાઇ

સમગ્ર ભારત અને વિશ્વભરમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે દાતા તરફથી અંગ મળવાની રાહ જોતા-જોતા મોતને ભેટે છે. આપણો દેશ તબીબી વિજ્ઞાન ક્ષેત્રે ખૂબજ ઝડપી પ્રગતિ કરી રહ્યો છે અને હવે અંગ પ્રોત્યારોપણ સહિત ઘણી જટિલ બિમારીઓની સારવાર આપણા દેશના દરેક મોટા શહેરોમાં હવે શક્ય છે. જોકે, કિડની, લીવર જેવાં મહત્વપૂર્ણ અંગો કામ કરતાં બંધ થઇ જવાની સ્થિતિમાં ડોનરની રાહ જોતાં દર્દીઓની યાદી સતત લાંબી થતી જાય છે અને તેની સામે ડોનરની સંખ્યા જાગૃતિના અભાવે ખૂબજ ઓછી છે. જેના પરિણામે દર્દીને બચાવી શકવાની સંભાવનાઓ હોવા છતાં તે મોતને ભેટે છે. આ પરિસ્થિતિમાં લોકોને અંગદાન વિશે જાગૃત કરવા સરકારની સાથે-સાથે ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે વિવિધ ઝુંબેશ શરૂ કરાઇ છે.

 

Next Article