PM MODI 18 જૂને પાવાગઢની મુલાકાત લેશે, જુઓ પાવાગઢમાં મોદીના આગમનની તૈયારીના દ્રશ્યો

|

Jun 17, 2022 | 7:47 AM

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે.આજે વડાપ્રધાન મોદી સાંજે 7:30 કલાકે PM મોદી અમદાવાદ પહોંચશે. ત્યારબાદ રાજભવન ખાતે પહોંચશે.

PM MODI 18 જૂને પાવાગઢની મુલાકાત લેશે, જુઓ પાવાગઢમાં મોદીના આગમનની તૈયારીના દ્રશ્યો
PM Modi Gujarat Visit

Follow us on

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) 18મી જૂને પાવાગઢની (Pavagadh) મુલાકાત લેવાના છે. પીએમ મોદી આ મંદિર પર ધ્વજારોહણ કરશે. આ માટે અહીં તૈયારીઓ ચાલી રહી છે. પીએમની પાવાગઢ મુલાકાત પહેલાં પાવાગઢના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ડ્રોન કેમેરામાં પાવાગઢ મંદિરના અદભૂત દ્રશ્યો કેદ થયા છે.

પાવાગઢ મંદિરમાં મોદી શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજા-અર્ચના કરશે

2017માં મધ્ય સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના વિકાસના કામો માટે રૂા. 121 કરોડ રૂપિયા ફાળવાયા હતા. ત્યારબાદ પાવાગઢના વિકાસને વેગ અપાયો છે.. પાવાગઢ નિજ મંદિર પર સોનાના શિખર અને શિખર પર સોનાનો ધ્વજદંડ બનાવાયો છે. તો ગર્ભગૃહને સોનાથી મઢવાનું કામ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.ડુંગર પર બે હજાર લોકો દર્શન કરી શકે તેવું પરિસર બનાવાયું છે. જ્યારે મંદિર સુધી પહોંચવા માટે પગથિયાની પહોળાઈ પણ વધારી દેવાઈ છે. સાથે જ મંદિરમાં વિવિધ પ્રકારનું અદભૂત નકશી કામ પણ કરાયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

PM MODI આજે સાંજે ગુજરાત આવશે, જાણો મોદીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે.આજે વડાપ્રધાન મોદી સાંજે 7:30 કલાકે PM મોદી અમદાવાદ પહોંચશે. ત્યારબાદ રાજભવન ખાતે પહોંચશે અને ત્યાંજ રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે સવારે તેઓ પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ મંદિરે જશે જ્યાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજા-અર્ચના કરશે અને મંદિર પર ધ્વજારોહણ કરશે. પાવગઢથી વડાપ્રધાન વડોદરા જશે. જ્યાં એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી 4 કિલોમીટરનો રોડ શો યોજાશે. લેપ્રસી મેદાન ખાતે યોજાશે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે.લેપ્રસી મેદાનમાં વડાપ્રધાન 5 લાખ લોકોની જંગી સભાને સંબોધિત કરશે. વડાપ્રધાનના આગમનના પગલે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી સહિતના નેતાઓએ તૈયારીની સમિક્ષા કરી હતી.

Next Article