Panchmahal: યાત્રાધામ પાવાગઢની રુપરેખા બદલાઇ, PM Modi નવનિર્મિત શિખર પર શનિવારે કરશે ધ્વજારોહણ

પંદરમી સદીમાં પાવાગઢ (Pavagadh) ઉપર ચઢાઈ થયા બાદ 5 સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે.

Panchmahal: યાત્રાધામ પાવાગઢની રુપરેખા બદલાઇ, PM Modi નવનિર્મિત શિખર પર શનિવારે કરશે ધ્વજારોહણ
Pavagadh Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 5:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે પંચમહાલ (Panchmahal) જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની (Pavagadh) મુલાકાત લેવાના છે. સવારે 11.00 વાગ્યે વડાપ્રધાન પાવાગઢ પહોંચશે, જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરના શિખર પર ધ્વજારોહણ થશે. પાવાગઢ મંદિરના શિખર ઉપર કળશ તેમજ ધ્વજદંડને સોનાથી મઢવામાં આવ્યા છે. આ વાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે.

ઇતિહાસને બદલનારા વિકાસયજ્ઞને વેગ આપવામાં આવ્યો

પંદરમી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ 5 સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરી મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો,ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઉભી કરવામાં આવી. માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત્ રાખીને સંપૂર્ણ મંદિર નવું બનાવી મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો છે. માતાજીના જૂના મંદિરમાં જ્યાં શિખરની જગ્યાએ દરગાહ હતી તે સમજાવટથી અલગ કરી નવું શિખર બનાવવામાં આવ્યું છે, જેના પર ધ્વજદંડક પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

મંદિર હાલ આ વિશેષ સુવિધાઓ છે

હાલ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ મંદિરના પહેલાના જૂના અને ઉબડખાબડ પગથિયાની જગ્યાએ મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માંચીથી રોપ-વેના અપરસ્ટેશન સુધી 2200 પગથિયા અને અપરસ્ટેશનથી દૂધિયા તળાવ થઈને માતાજીના મંદિર સુધીના 500 પગથિયાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.

મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય અંદાજિત રૂપિયા 12 કરોડના ખર્ચે ટ્રસ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. તો મંદિર સિવાયના સમગ્ર સંકુલના વિકાસકામો માટે કરવામાં આવેલ અંદાજિત રૂપિયા125 કરોડના ખર્ચ પૈકી 70 ટકા ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને 30 ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

અતિથિગૃહ અને મલ્ટી-લેવલ પાર્કિંગનું પણ થશે નિર્માણ

આગામી સમયમાં યજ્ઞશાળા દૂધિયા તળાવ પાસે બૃહદ ભોજનશાળા અને પ્રવાસીઓના રાત્રિ રોકાણ માટેની ભક્તિનિવાસ સુવિધાઓ તેમજ છાસિયા તળાવ પાસેથી સીધી જ માતાજીના મંદિર સુધી પહોંચાડતી બે મોટી લિફ્ટ ઊભી કરવામાં આવશે. સાથે જ પાવાગઢ પર્વત પર માતાજીના મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતો પ્રદક્ષિણાપથ તૈયાર કરવામાં આવશે. માંચી પાસે અતિથિગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે. આજુબાજુમાં પર્વત પર વનવિભાગના સહયોગથી મોટાપાયે વૃક્ષારોપણનું આયોજન હાથ ધરાશે.

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">