Panchmahal: હાલોલ-પાવાગઢ બાયપાસ પર ગોજારો અકસ્માત, કાર ડિવાઈડર સાથે અથડાતા ત્રણ લોકોના મોત, 2 ઈજાગ્રસ્ત

|

Aug 28, 2022 | 1:55 PM

Panchmahal: હાલોલ-પાવાગઢ બાયપાસ નજીક કાર ચાલકે સ્ટયરિંગ પરથી કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમા કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર 3 લોકોના મોત થયા હતા જ્યારે 2 લોકોને ગંભીર ઈજા આવી છે.

Panchmahal: હાલોલ-પાવાગઢ બાયપાસ પર ગોજારો અકસ્માત, કાર ડિવાઈડર સાથે અથડાતા ત્રણ લોકોના મોત, 2 ઈજાગ્રસ્ત
ગોજારો અકસ્માત

Follow us on

પંચમહાલ (Panchmahal)માં હાલોલ-પાવાગઢ બાયપાસ (Bypass) પર ગોજારો અકસ્માત(Accident) સર્જાયો છે. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને 2 લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી છે. અંકલેશ્વરથી પાવાગઢ દર્શન કરવા આવેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમા 5 વર્ષના બાળક એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. તો અન્ય એક મહિલા અને બાળકને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં કાર ચાલકનો બચાવ થયો છે.

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા

અંકલેશ્વરથી પાવાગઢ દર્શન કરવા આવેલ પરિવારની કાર ડિવાઈડર સાથે અથડાતા ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ અકસ્માતની ઘટનાની પોલીસને પણ જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ હાલોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી તો આ તરફ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.

માથાના ભાગે ગંભીર ઈજા થતા ત્રણના મોત

ભરૂચના અંકલેશ્વરથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવગઢ ખાતે દર્શન કરવા જઈ રહેલા પરિવારને સવારના 6 વાગ્યા આસપાસ હાલોલ બાયપાસ રોડ પર અકસ્માત નડ્યો હતો. કારચાલક આગળ ચાલતી લક્ઝકરી બસને ઓવરટેક કરવા જતા અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઈકો કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમા પાંચ વર્ષના બાળક સહિત 3 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં ત્રમ લોકોના મોતને લઈને શહેરમાં અનેક તર્ક વિતક્ર સર્જાયા છે. અકસ્માતગ્રસ્ત કાને થયેલા નુકસાન પરથી પ્રથમ અંદાજી ન શકાય તેમ તેમા સવાર 3 લોકોના મોત અનેક સવાલ ઉભા કરી રહ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જ્યારે માથાના ભાગે ઈજા પહોંચે તે પ્રકારનો અકસ્માત ન થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેમા સમગ્ર બાબતે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ સામે આવી શકે તેમ છે. ઈજા પામેલા 2 વ્યક્તિઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અને તેમની સ્થિતિ સ્થિર છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઈનપુટ ક્રેડિટ- નિકુંજ પટેલ- પંચમહાલ

Published On - 11:37 am, Sun, 28 August 22

Next Article