PM Modi Gujarat Visit : પાવાગઢ યાત્રાધામના વિકાસકાર્યોનું લોકાર્પણ, PM મોદીએ કહ્યું ‘પાંચ શતાબ્દી બાદ મહાકાળીના શિખર પર ધજા લહેરાઈ’

|

Jun 18, 2022 | 1:18 PM

જન સંબોધનમાં વડાપ્રધાન મોદીએ(PM Modi) કહ્યું કે,પંચમહાલ અને ગુજરાતવાસીઓએ હંમેશા પાવાગઢ યાત્રાધામને વિકસાવવા માટે પ્રયત્નો કર્યા છે અને આજે તે સપનું પુર્ણ થયુ છે.

PM Modi Gujarat Visit : પાવાગઢ યાત્રાધામના વિકાસકાર્યોનું લોકાર્પણ, PM મોદીએ કહ્યું પાંચ શતાબ્દી બાદ મહાકાળીના શિખર પર ધજા લહેરાઈ
PM Modi Gujarat Visit

Follow us on

પાવાગઢ(Pavagadh)  પર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ધ્વજારોહણ કરવા પહોંચેલા પીએમ મોદીએ(PM Modi)  કહ્યું કે, આજની ક્ષણ અંતર મનને વિશેષ આનંદથી ભરી દે છે. 5 શતાબ્દી સુધી મા કાલીના શિખર પર ધજા નહોતી લહેરાઈ.આજે મા કાલીના શિખર પર ધજા ફરકી રહી છે. શક્તિ ક્યારેય લુપ્ત નથી થતી. જ્યારે શ્રદ્ધા, સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે ત્યારે શક્તિ પોતાના પૂર્ણ વૈભવ સાથે પ્રગટ થાય છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી સવારે માતા હીરાબાના (HEERA BA) આશિષ મેળવીને સીધા જ પાવાગઢ પહોંચ્યા હતા.જ્યાં તેમણે મહાકાળી માતાના(Mahakali Mata) દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના કરી અને ધ્વજારોહણ કર્યું.

વર્ષો પછી પાવાગઢ આવવાનો અવસર મળ્યો

સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે,પંચમહાલ અને ગુજરાતવાસીઓએ હંમેશા પાવાગઢ યાત્રાધામને વિકસાવવા માટે પ્રયત્નો કર્યા છે અને આજે તે સપનું પુર્ણ થયુ છે.વધુમાં તેમણે કહ્યું કે, વર્ષો પછી પાવાગઢ આવવાનો અવસર મળ્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

માતા મહાકાળીએ આજે આપણને સૌથી મોટો ઉપહાર આપ્યો

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે,પહેલાના સમયમાં લગ્નની કંકોતરી માતા મહાકાળીના ચરણોમાં રાખવામાં આવતી હતી.તેમજ એ સમયે પુજારી પણ રાત્રી આરતી દરમિયાન આ નિમંત્રક પત્રિકા મા મહાકાળીને ભક્તિભાવથી સંભળાવતા હતા.બાદમાં આશીર્વાદના રૂપમાં અહીંયાથી ભેટ પણ મોકલવામાં આવતી હતી. આ પ્રથા વર્ષોથી ચાલી રહી છે,પરંતુ આજે મા મહાકાળીએ આપણને સૌથી મોટો ઉપહાર આપ્યો છે.

પાવાગઢની ધજા ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવનું સીમાચિન્હ

ઉપરાંત PM મોદીએ જણાવ્યું કે,ભારતની આઝાદીની  લડાઈ સરદાર પટેલની(Sardar patel)  આગેવાનીમાં જ શરૂ થઈ હતી.તેમજ આઝાદી સાથે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આજે લહેરાઈ રહેલી પાવાગઢની ધજા માત્ર પાવાગઢની નહીં, પરંતુ ગુજરાત અને દેશના સાંસ્કૃતિક ગૌરવનું સીમાચિન્હ છે.

Published On - 1:17 pm, Sat, 18 June 22

Next Article