AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Teacher's Day : આ શાળા એવી છે જ્યાં બાળકોને તોફાન કરવું ફરજિયાત છે, જાણો ગોધરાની આ 'મસ્તી કી પાઠશાળા' વિશે

Happy Teacher’s Day : આ શાળા એવી છે જ્યાં બાળકોને તોફાન કરવું ફરજિયાત છે, જાણો ગોધરાની આ ‘મસ્તી કી પાઠશાળા’ વિશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 5:26 PM
Share

Teacher’s Day 2021: શાળામાં વિદ્યાર્થી જાય એટલે તેના પર ભણતરનું ભારણ અને શિસ્તના નામે પ્રતિબંધોની વણઝાર હોય.પણ આજે એવી શાળા જુઓ જ્યાં ભારે ભણતર નહીં પણ હસતાં-રમતાં મસ્તી કરતા ભણવા અને ભણાવવામાં આવે છે કારણ કે, આ શાળા છે મસ્તીની પાઠશાળા અને ત્યાંના શિક્ષક પણ દુનિયાથી નોખા છે

Teacher’s Day 2021: બાળકને ઝકડી રાખે એ શિક્ષણ વ્યવસ્થા (Education system)સારી કે બાળકને ખુલીને હસવાં દે રમવા દે તેની મનગમતા તોફાન કરવા દે એ શિક્ષણ વ્યવસ્થા સારી, તમે કહેશો કે આ સવાલ કેવો. તોફાન કરે તો ભણી કઈ રીતે શકાય પણ અમારો જવાબ છે આ શાળા જેનું નામ જ છે મસ્તીની પાઠશાળા છે.

અહીં જો તમે મસ્તી ન કરો તો ન ચાલે અને અહીં બાળકો છૂટથી મસ્તી તો કરે જ છે પણ પોતાની મનમરજી પણ ચલાવે સાચું કહીએ તો અહીં કોઈનું ચાલે છે તો એ ફક્ત વિદ્યાર્થી (Student)ઓનું અને આવી શિક્ષણ સંસ્થાના કર્તા-હરતા એટલે રાષ્ટ્રપતિ એવોર્ડ (Presidential Award)થી સન્માનિત શિક્ષક રાકેશ પટેલ

દર 15 દિવસે વિદ્યાર્થી(Student)ઓની સભા મળે અને પછી શાળાના કાર્યક્રમો પણ તેમની મરજી પ્રમાણે નક્કી થાય છે. કઈ પ્રાર્થના કરવી, કયો વિષય ભણવો કેવી રીતે ભણવો બધું જ વિદ્યાર્થીઓ જ નક્કી કરે છે.

જે આ વાત સાંભળે એને તો એમ જ લાગે કે આમાં તો બાળક કહ્યામાં ન રહે અને સ્વચ્છંદી થઈ જાય પણ એ શિક્ષક કેવા હશે કે જે આ બધી છૂટછાટ છતાં વિદ્યાર્થીઓને સારામાં સારુ ભણતર આપવામાં સક્ષમ સાબિત થયા છે તેમની ભણાવવાની રીત જ એવી છે કે, આવા શિક્ષકો (Teachers)કોઈના પણ મનમાં સન્માનભેર વસી જાય છે.

રાકેશભાઈ 1998માં આ શાળામાં જોડાયા ત્યારે તેઓ એકમાત્ર શિક્ષક (Teachers)હતા, અને 1 થી 5 ધોરણ સુધી ચાલતા તમામ વર્ગના વિદ્યાર્થીઓને તેઓ જ ભણાવતા હતા. તે સમયે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 40 હતી, પરંતુ આજે રાકેશભાઈની મહેનતના પ્રતાપે આ સ્કૂલમાં 1 થી 8 સુધીના વર્ગ ચાલે છે, જેમાં 304 બાળકો ભણે છે

આ જોકે, આ સરકારી સ્કૂલની સિદ્ધિ માત્ર આટલા પૂરતી મર્યાદિત નથી. શાળામાં ૨ સ્માર્ટ ક્લાસ છે , શાળાના ૨ મોટા મેદાન છે જેમાં ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે, નવા નદીસરની સ્કૂલની પોતાની યુટ્યૂબ ચેનલ છે, તેનું ફેસબુક પેજ પણ છે અને ‘બાયોસ્કોપ’ (Bioscope)નામે તેના ઈ-ન્યૂઝલેટર્સ (E-newsletters)પણ. આ ન્યૂઝલેટર 5500 લોકોને જાય છે, અને સ્કૂલના આજના સ્વરુપ તેમજ પ્રતિષ્ઠા તેને જ આભારી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ (State Department of Education)દ્વારા ઓનલાઈન શિક્ષણની શરુઆત કરવામાં આવે તે પહેલા જ નવા નદીસર પ્રાથમિક શાળા (Nadisar Primary Schoolદ્વારા આ શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ ઘરે બેઠ જ આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને એવું નહીં કે માત્ર ભણતર ગણતર પણ ખરું

બેન્કીંગ (Banking,),અને વિવિધ કચેરીઓમાં થતાં કામકાજ વિશે પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવે છે,હોમવર્ક અને પરીક્ષા પધ્ધતિ પણ અલગ અને ક્યાંય વિદ્યાર્થીને તણાવ લેશમાત્ર નહીં.માતા-પિતાને કઈ રીતે મદદરૂપ થવું એનું પણ જ્ઞાન વિદ્યાર્થીઓેને આપી તેમના સામાજિક દાયિત્વથી પણ તેમને વાકેફ કરવામાં આવે છે અને આ બધું આભારી છે. શાળામાં આ વ્યવસ્થા ઊભી કરનારા રાકેશભાઈને.

વિચારો તો ખરાં મસ્તી-મસ્તીમાં અહીં ઉત્તમ નાગરિકોનું ઘડતર કરનારું એક શિક્ષણધામ જેમાં વિદ્યાર્થીમાં સારા સંસ્કાર નિર્ણયશક્તિ અને આત્મવિશ્વાસનો એવો તે સંચાર થાય છે કે તેઓનું ભાવિ આપોઆપ સક્ષક્ત બની શકે.

આ પણ વાંચો : Tokyo Paralympics 2020: નોઇડાના ડીએમ સુહાસ યથિરાજે બેડમિન્ટનની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો

g clip-path="url(#clip0_868_265)">