Godhra નગર પાલિકાની સ્થિતિ કફોડી, 8 કરોડના બાકી વીજ બિલ બાદ અનેક વિસ્તારોમાંથી વીજ જોડાણ કાપી નખાયા

|

Jan 22, 2023 | 5:26 PM

ગોધરા નગરપાલિકાની સ્થિતિ પડતા પર પાટું જેવી થવા પામી છે. હાલમાં ગોધરા નગરપાલિકાની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી જવા પામી છે ત્યારે હવે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પાલિકાને 8 કરોડના બાકી વિજ બિલ ભરપાઈ કરવાની નોટિસ આપ્યા બાદ કેટલાક વિસ્તારોમાંથી વીજ જોડાણ કાપી નાખવામાં આવતા પાલિકાની સ્થિતિ કફોડી બનવા પામી છે.

Godhra નગર પાલિકાની સ્થિતિ કફોડી, 8 કરોડના બાકી વીજ બિલ બાદ અનેક વિસ્તારોમાંથી વીજ જોડાણ કાપી નખાયા
Godhra Seva Sadan
Image Credit source: File Image

Follow us on

ગોધરા નગરપાલિકાની સ્થિતિ પડતા પર પાટું જેવી થવા પામી છે. હાલમાં ગોધરા નગરપાલિકાની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી જવા પામી છે ત્યારે હવે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પાલિકાને 8 કરોડના બાકી વિજ બિલ ભરપાઈ કરવાની નોટિસ આપ્યા બાદ કેટલાક વિસ્તારોમાંથી વીજ જોડાણ કાપી નાખવામાં આવતા પાલિકાની સ્થિતિ કફોડી બનવા પામી છે.

ગોધરા નગરપાલિકા એક તરફ આર્થિક ભારણને પગલે ભારે તકલીફનો સામનો કરી રહી છે જેમાં પણ આઠ કરોડ જેટલી વીજ વપરાશ બિલ ના નાણાં ચુકવવાના બાકી છે ત્યારે ધોળે દિવસે કેટલીક સ્ટ્રીટ લાઈટો અવિરતપણે ચાલુ જોવા મળતાં શહેરીજનોમાં રોષ ફેલાયો છે.

વીજ કંપનીએ સંલગ્ન નગરપાલિકાઓને નોટિસ આપી

ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાની ચાર નગરપાલિકા પાસે મધ્ય ગુજરાત વીજ કંપનીને લાખ્ખો રૂપિયા વીજ વપરાશ બિલના નાણાં લેવાના બાકી છે જે મુદ્દે વીજ કંપનીએ સંલગ્ન નગરપાલિકાઓને નોટિસ આપી બાકી વીજ બિલ ના નાણાં ભરપાઈ કરવા અલ્ટીમેટમ આપી દીધું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભગવત નગર વિસ્તારના સ્ટ્રીટ લાઈટ ના જોડાણ કાપી નાખ્યાં હતાં

વીજ કંપનીએ ચોવીસ કલાકમાં બાકી લાઈટ બિલ નહિ ભરવામાં આવે તો વીજ જોડાણ કાપી નાખવા સુધ્ધા નોટિસ આપી દીધી હતી જે બાદ પણ પાલિકા દ્વારા વિજ બિલ ભરપાઈ કરવામાં ના આવતા ગોધરાના સિગ્નલ ફળિયા,વાલી ફળિયા,ભૂરાવાવ ચાર રસ્તા,વૃંદાવન નગર વિસ્તાર અને ભગવત નગર વિસ્તારના સ્ટ્રીટ લાઈટ ના જોડાણ કાપી નાખ્યાં હતાં.

વીજ કંપનીની નોટિસ દરમિયાન રૂટીન બિલ જમા કરાવવાની તસ્દી લેતું નથી

એમજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલને લઈ વીજ કનેક્શન કાપ્યા છે. જોકે પાલિકાના વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટ જોડાણના બાકી નાણાં વર્ષોથી વધી રહ્યા છે એવું વીજ બીલના બાકી નાણાં ની રકમ થકી જોવાઇ રહ્યું છે અને પાલિકા દ્વારા વીજ કંપનીની નોટિસ દરમિયાન રૂટીન બિલ જમા કરાવવાની તસ્દી લેતું નથી.

વીજ જોડાણ કાપવા કે અન્ય કાર્યવાહી નહિ કરવા જણાવી રહ્યા છે

પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા નગરપાલિકા ને હાલ વીજ કંપનીને 8.33 કરોડ જેટલી માતબર રકમ બાકી વીજ બિલ પેટે ચૂકવવા ની થાય છે .જે માટે વીજ કંપનીએ તાજેતરમાં જ પાલિકાને વીજ જોડાણ કાપી નાખવાની ફરજ પડશે એવા અલ્ટીમેટમ સાથે નોટિસ પાઠવી હતી.જે અંગે નગરપાલિકા પ્રમુખ સંજય સોની હાલ તો વીજ કંપની ને બાકી વીજ બિલ ના નાણાં ભરપાઈ કરવા ની લેખીત ખાતરી આપી વીજ જોડાણ કાપવા કે અન્ય કાર્યવાહી નહિ કરવા જણાવી રહ્યા છે.

ધોળે દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળતી હોય છે

અહીં દુઃખ સાથે ઉલ્લેખવુ પડે છે કે એક તરફ આઠ કરોડ માતબર વીજ બીલની રકમ બાકી છે ત્યારે ગોધરા શહેરના કેટલાક મુખ્ય માર્ગ ઉપર ધોળે દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળતી હોય છે જાણે કોઈ કહેનાર કે પૂછનાર ન હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં રાત્રે અંધાર પટ જોવા મળે છે ત્યારે પાલિકાના સત્તાધીશો પણ આ તમામ બાબતોને ધ્યાને લે એ જરૂરી જણાય રહ્યું છે.ત્યારે વીજ કંપનીના લાખ્ખોની દેવાદાર કહેવાતી પાલિકાઓ ક્યારે બાકી વીજ બિલ ભરપાઈ કરશે એ જોવું રહ્યું.

મધ્ય ગુજરાત વીજ કંપનીને પાલિકાની આર્થિક સ્થિતિ અંગેની જાણ કરવામાં આવી

ગોધરા નગરપાલિકા નું રૂપિયા 8 કરોડથી વધુની રકમનું વીજબીલ બાકી હોવાને લઈને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કેટલાક વિસ્તારમાં લાઈટ કનેક્શન કાપવાની પણ શરૂઆત કરવામાં આવી છે ત્યારે પાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે કે મધ્ય ગુજરાત વીજ કંપનીને પાલિકાની આર્થિક સ્થિતિ અંગેની જાણ કરવામાં આવી છે અને બાકી વીજ બિલ ભરપાઈ કરવા અંગે પણ પાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે.

ગોધરા નગરપાલિકાની આર્થિક સ્થિતિ હાલમાં ખૂબ જ દયનીય સ્થિતિમાં પહોંચી છે ત્યારે પાલિકા પ્રમુખે ગોધરા શહેરના શહેરીજનોને વીજળી તેમજ પાણીને લઈને કોઈપણ સમસ્યા સર્જાઈ નહીં તે પ્રકારે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Video : દાહોદ ધાનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી એક માસના બાળકનું અપહરણ, અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો દાખલ

Next Article