Panchmahal : ધારાસભ્ય સી.કે.રાઉલજીએ અધિકારીઓના લીધા ક્લાસ, કહ્યુ ‘મારું શું? અને મારે શું?’ છોડી લોકોના કામ કરો

|

Jun 29, 2022 | 6:03 PM

પંચમહાલમાં (Panchmahal) ફરી એકવાર અધિકારીઓ સામે ઉઠ્યો છે નારાજગીનો સૂર. આ વખતે ગોધરાના (Godhara) ધારાસભ્ય સી.કે. રાઉલજીએ અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

Panchmahal : ધારાસભ્ય સી.કે.રાઉલજીએ અધિકારીઓના લીધા ક્લાસ, કહ્યુ મારું શું? અને મારે શું? છોડી લોકોના કામ કરો
અધિકારીઓ પ્રત્યે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલની નારાજગી સામે આવી

Follow us on

પંચમહાલ (Panchmahal) જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં (Godhra) આજે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ હતો. જેમાં રાજ્ય મંત્રી જીતુ ચૌધરી પણ હાજર હતા. આ જ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી (MLA C.K. Raulji) પણ હાજર હતા. સી.કે. રાઉલજીએ આ કાર્યક્રમમાં સંબોધન સમયે ટકોર કરી હતી કે, છેલ્લા ત્રણ વર્ષથી હું જોઇ રહ્યો છું કે જિલ્લાના કર્મચારીઓ અને અધિકારીઓ મારે શું અને મારુ શું એવુ વર્તન કરી રહ્યા છે. તેથી તેમણે મારે શું અને મારુ શું એવુ વર્તન કર્યા વિના એનું શું એવુ વર્તન કરવુ જોઇએ.

ધારાસભ્ય સી.કે.રાઉલજીએ અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી

પંચમહાલમાં ફરી એકવાર અધિકારીઓ સામે ઉઠ્યો છે નારાજગીનો સૂર. આ વખતે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. જિલ્લા કક્ષાના કેશ ક્રેડિટ કેમ્પ દરમિયાન કેબિનેટ પ્રધાન જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં સી.કે. રાઉલજીએ અધિકારીઓને ટકોર કરી છે. તેમણે પોતાના સંબોધન દરમિયાન અધિકારીઓને ટકોર કરી કે મારું શું? અને મારે શું? તેમ વિચારવાની જગ્યા એનું શું? તેમ વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી અરજદારો પ્રત્યે મારું શું? અને મારે શું? આવું વર્તન થઈ રહ્યું છે. અધિકારીઓને વીનંતી કરું છું કે કોઈપણ અરજદારની ફાઈલ આવે મારે શું? અને મારું શું? આ વિચાર કર્યા વગર એનું શું? એ વિચાર અમલમાં મૂકીને કામ કરવામાં આવે. આ વાક્યનો અર્થ જેને જે સમજવું હોય તે સમજે પણ આ વાક્યનો અર્થ ખૂબ જ ગહન છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એક જ અઠવાડિયામાં બે ધારાસભ્યોએ નારાજગી દર્શાવી

મહત્વનું છે કે, એક જ અઠવાડિયામાં પંચમહાલના બે ધારાસભ્યોએ જિલ્લાના 2 ઉચ્ચ અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. આ પહેલા ધારાસભ્ય જેઠા ભરવાડ માટીચોરીમાં અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ કરી ચૂક્યા છે. તો આજે આ સમગ્ર બાબતે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ અધિકારીઓને જિલ્લાના જ અધિકારી લોકોનું કામ ન કરતા હોવાની આડકતરી રીતે ટકોર કરી હતી.

Next Article