Panchmahal: શામળાજી હોમિયોપેથી મેડિકલ કોલેજમાં મેડિકલ એજ્યુકેશન શિબિરનું આયોજન, હોમિયોપેથીક તબીબો પીરસશે જ્ઞાનની સરવાણી
ગોધરા (Godhra) શહેરની શામળાજી હોમીયોપેથીક મેડિકલ કોલેજમાં આજે મેડિકલ એજ્યુકેશન (Continue Medical Education) શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે.
પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા શહેરની શામળાજી હોમીઓપેથીક મેડિકલ કોલેજમાં (Shamlaji Homoeopathic Medical College) 20 જૂનથી 25 જૂન સુધી ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા સ્પીકર દ્વારા સી.એમ.ઈ. (Continue Medical Education)નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ આજ રોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં કુલપતિ, સિન્ડિકેટ મેમ્બર તેમજ શામળાજી કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
20 જૂનથી 25 જૂન સુધીની શિબિરનું આયોજન
ગોધરા શહેરની શામળાજી હોમીઓપેથીક મેડિકલ કોલેજમાં આજે કંટીન્યુ મેડિકલ એજ્યુકેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, સિન્ડિકેટ મેમ્બર ડો. અજય સોની, શામળાજી હોમીયોપેથીક મેડિકલ કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ ડો. વિશાલ સોની, કોલેજના પ્રિન્સીપાલ ડો.એ.કે. ગુપ્તા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. 20 જૂનથી 25 જૂન સુધી દેશના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાતની હોમીયોપેથીક કોલેજમાંથી આવેલા હોમિયોપેથીક નિષ્ણાતો ગોધરામાં આવી શામળાજી કોલેજ ખાતે શિબિરમાં પોતાનું યોગદાન આપશે.
રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દ્વારા ફંડ ફાળવવામાં આવ્યું
ભારત સરકારના આયુષ મંત્રાલયમાંથી રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દ્વારા ફંડ ફાળવવામાં આવ્યું હતું. જેમાં અગાઉ બે સી.એમ.ઇ.નું સફળ આયોજન શામળાજી હોમીયોપેથીક મેડિકલ કોલેજ ગોધરા દ્વારા કરી દેવામાં આવ્યું છે. આ વર્ષ માટેનો છેલ્લો સી.એમ.ઇ. પણ શામળાજી હોમીયોપેથીક મેડિકલ કોલેજ ગોધરા કરી રહ્યું છે. ત્યારે આ સી.એમ.ઇ. પણ ખૂબ જ સફળતા પૂર્વક પૂર્ણ કરવા માટે કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ ડો. વિશાલ સોનીએ માહિતી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ સુધી જ્ઞાન પહોંચાડવા અપીલ
પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે ઉપસ્થિત તમામને ટકોર પણ કરી હતી કે, આ પ્રકારના સેમિનાર માત્ર સોશિયલ ગેધરિંગ ન રહેવા જોઈએ, આ પ્રકારના સેમિનાર થકી મળતા જ્ઞાન માહિતીને વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. પંચમહાલ જેવા પછાત જિલ્લામાં પણ આ પ્રકારની સી.એમ.ઇ. થવી તે એક ગૌરવની બાબત છે, આ ગૌરવને જાળવી રાખવાની હાંકલ પણ તેઓએ કરી હતી.
આ શિબિરમાં કે 20 જૂને ડો. અમિતાબેન અગ્રવાલ, ડો. શ્રીનાથ રાવ, 21 જૂને ડો. વિજય પટેલ, ડો. કે.ઝેડ. પાટીલ, 22 જૂને ડો. અંકિત દુબે, ડો. લીપિકા ચક્રવર્તી, 23 જૂને ડો. કિશોર નાસ્કર, ડો. ધીરજ ગુપ્તા, 24 જૂને ડો. ભાવિક પારેખ, ડો. પ્રવીણ ચોબે, 25 જૂને ડો. સમર ચેટરજી અને ડો. ગૌરવ નાગર દ્વારા સ્પીચ આપવામાં આવશે. મહત્વનું છે કે કોરોના મહામારી દરમિયાન આયુર્વેદ, હોમીયોપેથીક ચિકિત્સા ઉપચાર થકી કોરોનાનાં સેકડો દર્દીઓ મોતનાં મુખમાંથી બહાર આવ્યા છે.