AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal : મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના નિમિષા સુથારનો વિજય

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 02, 2021 | 2:56 PM
Share

નિમિષા સુથાર 40000થી વધુ મતોની લીડથી વિજયી બન્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી

પંચમહાલ (Panchmahal) જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય. ભાજપના નિમિષા સુથાર 40000થી વધુ મતોની લીડથી વિજયી બન્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી અને હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું, કોરોનાને લઈને મતદાન ઓછું થતા હાર થઈ હોવાનું જણાવ્યું હતું.નિમિષા સુથાર 40000થી વધુ મતોની લીડથી વિજયી બન્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી

પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભાબેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4 થી વધુ વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી છે. મોરવાહડફ બેઠક પર 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત 17 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનની આજે ગણતરી યોજવામાં આવી હતી. મોરવા હડફની સરકારી વિનયન કોલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં 24 રાઉન્ડ મુજબ ઇવીએમના મતોની યોજાયેલી મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને 67101 અને કોંગ્રેસના સુરેશ કટારાને 21669 મતો મળ્યા હતા.

આમ ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથારનો 40000 ઉપરાંત મતોની લીડથી વિજય થયો હતો. કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાયેલી આ મતગણતરીમાં બંને રાજકીય પક્ષોના કોઈ જ સમર્થકોને એકઠા થવા દેવામાં આવ્યા નહોતા. તો બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર પોતે કોરોના સંક્રમિત હોય તેઓ પણ આ મતગણતરી દરમિયાન હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી નિમિષા સુથારને અભિનંદન આપી પોતાની હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું. કોરોના કાળમાં યોજવામાં આવેલી પેટા ચૂંટણીને લઈને મતદાન ઓછું થતા પોતાની હારું થઈ હોવાનું જણાવ્યું હતું.

Published on: May 02, 2021 02:32 PM
g clip-path="url(#clip0_868_265)">