PALANPUR : પોલિટેકનીકના વિદ્યાર્થીઓએ તૈયાર કરી સોલાર સાયકલ, જુઓ આ સાયકલની ખાસિયતો

PALANPUR : પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને છે. ત્યારે હવેના સમયમાં સોલાર ઉર્જા થકી ચાલતા વાહનોનો ઉપયોગ ધીમેધીમે વધી રહ્યો છે. સાથેસાથે પ્રદુષણમાં ઘડાડો કરવા પણ સોલાર સંચાલિત વાહનોનો વ્યાપ વધારવાની મુહિમ ચાલે છે.

PALANPUR : પોલિટેકનીકના વિદ્યાર્થીઓએ તૈયાર કરી સોલાર સાયકલ, જુઓ આ સાયકલની ખાસિયતો
સોલાર સાયકલ
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 7:25 PM

PALANPUR : પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને છે. ત્યારે હવેના સમયમાં સોલાર ઉર્જા થકી ચાલતા વાહનોનો ઉપયોગ ધીમેધીમે વધી રહ્યો છે. સાથેસાથે પ્રદુષણમાં ઘડાડો કરવા પણ સોલાર સંચાલિત વાહનોનો વ્યાપ વધારવાની મુહિમ ચાલે છે. ત્યારે આવી જ એક સોલાર સંચાલિત સાયકલનું પાલનપુરના કેટલાક વિદ્યાર્થીઓએ ઇનોવેટ કરી છે. તો ચાલો કેવી રીતે આ સાયકલ તૈયાર કરાઇ છે અને આ સાયકલની ખાસિયત શું છે વાંચો આ અહેવાલમાં.

પોલીટેકનીક અભ્યાસ કરતા ઈલેક્ટ્રીક અને મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓએ આ સાયકલ તૈયાર કરી છે. આ વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ડીઝલમાં સતત થઇ રહેલા ભાવ વધારો અને તેનાથી થતા પ્રદૂષણને અટકાવવા આ હાઇબ્રીડ સોલર સાઇકલ તૈયાર કરી છે. આ સાયકલ એકવાર ચાર્જ કરીએ તો 20 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. આ સાઇકલ બેટરીની સાથે સાથે પેન્ડલ મારી પણ ચલાવી શકાય છે.

પાલનપુરમાં આવેલી પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓએ સાઇકલ ઉપર સોલર પ્લેટ લગાવી નવીન ઉપયોગ કર્યો હતો. જેમાં બેટરીનો ઉપયોગ કરી એકવાર ચાર્જ કરો તો 20 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. સોલાર સાઇકલ સાથે બેટરીનું જોડાણ કરેલું છે. વધુમાં આ બેટરીને ચાર્જ કરવા સાયકલ પર સ્ટેન્ડ ઉપર સોલાર પ્લેટ પણ લગાવેલી છે. જેથી બેટરી ચાર્જિંગ થતું રહેશે અને ઉપયોગ માટે જરૂરી પાવર સાયકલને મળતો રહેશે. સાઇકલનો ઉપયોગ મોટર બેટરી મિકેનિકલની સાથે સાથે પેન્ડલ લગાવીને પણ કામ કરે છે. જેથી સાઇકલ ચલાવનાર પહેલા પેન્ડલ દ્વારા પણ સાઇકલ ચલાવી શકે છે. આ સાયકલમાં લગાવેલ સોલાર પેનલ ફીટીંગ સૌર ઉર્જાનો મહત્તમ ઇલેક્ટ્રિકલ પાવરમાં રૂપાંતરિત કરી બેટરીને આપી શકે તેમ કરવામાં આવી છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

એક અખબારને આપેલી મુલાકાતમાં આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ‘અત્યારે લીડ એસિડ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે એકવાર ચાર્જ કરી લઈએ તો 20 કિલોમીટર સુધી સાઇકલ ચલાવી શકાય છે. પરંતુ લિથિયમ આયર્ન બેટરી અને મોટી સાઇઝની બેટરીનો ઉપયોગ પણ કરી શકાય છે. એસએસઆઈપી પોલિસીની મદદથી પ્રોજેક્ટને આગળ ચેક કરવા માટે જરૂરી ફીડબેક લઈને સાઈકલમાં સુધારા કરી રહ્યા છે.’આ સોલાર સાઇકલ બનાવવામાં કિશોર પ્રજાપતિ,જય રાવલ,જૈમીન રાવલ,કેતન પ્રજાપતિ, ઉમંગ, પ્રજાપતિ,માનવ,ઉર્વશી, સૌરભ અને ઈશાન વિધાર્થીઓએ સોલાર સાઇકલ બનાવવમાં સફળ રહ્યા હતા.

સાઈકલમાં વપરાયેલ ઈન્ટુમેન્ટ આ સાઈકલમાં 36 વોલ્ટની બેટરી,20 વોલ્ટની સોલાર પેનલ,36 વોલ્ટની ડીસી મોટર,36 વોલ્ટ ચાર્જ કંટ્રોલ્ટર, બેટરી ચાર્જ ઇન્ડિકેટર,અને મોટર કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તમામ સાધનોનો અંદાજીત ખર્ચ રૂ.9000 જેટલો કરવામાં આવ્યો હતો.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">