Surat: વિધાનસભા ચૂંટણી પહેલા PAAS અને SPGની રાજ્ય સરકારને ઘેરવાની તૈયારી, ટુંક સમયમાં મળશે મિટિંગ

|

Sep 09, 2021 | 8:49 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે લગભગ સવા વર્ષ જેટલો સમય બાકી છે. તેના પહેલા અને એસપીજીની મિટિંગથી સરકાર પર દબાણ વધશે.

Surat: વિધાનસભા ચૂંટણી પહેલા PAAS અને SPGની રાજ્ય સરકારને ઘેરવાની તૈયારી, ટુંક સમયમાં મળશે મિટિંગ
File Image

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) આવતા જ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે વિવિધ પાર્ટીઓ અને સમાજ દ્વારા પોતાની રીતે કસરત શરૂ કરી દેવામાં આવી છે. પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રૂપ ફરી એકવાર એક મંચ પર આવવાની તૈયારીમાં છે.

 

પાસ (PASS)ના કન્વીનર હાર્દિક પટેલ (Hardik Patel)ના કોંગ્રેસમાં સામેલ થયા બાદ પાસ અને એસપીજી ફરી એક વાર નજીક આવવા લાગ્યા છે. બંનેની એક સાથે મિટિંગ અને ચિંતન શિબિર આગામી દિવસોમાં મળવા જઈ રહી છે. જોકે આ મિટિંગ ક્યારે અને ક્યાં મળશે તે અંગે હજી સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ટૂંક સમયમાં આ મિટિંગ મળનારી છે એ નક્કી છે. આ મિટીંગ ગાંધીનગરમાં થવાની સંભાવના દેખાઈ રહી  છે. 2017 બાદ રાજ્ય સરકારે ઘણી જાહેરાતો કરી હતી. પરંતુ તેના પર કોઈપણ અમલવારી થઈ નથી. જેને લઈને પાસ અને એસપીજીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

 

કયા મુદ્દા પર થશે ચર્ચા

1. પાટીદાર અનામતની  માંગ કરવાના અનુસંધાને સર્વેની અરજી કરવા માટે
2. આંદોલન દરમિયાન શહીદોના પરિવારોને નોકરી માટે
3. આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પરત લેવા માટે
4. બિન અનામત વર્ગ માટે થનારી પરેશાનીઓ દૂર કરવા માટે
5. મહિલા અનામત અને ગામડામાં જિલ્લામાં તેમજ જિલ્લા સ્તર પર સંગઠન બનાવવા માટે

 

આ ઉપરાંત સમાજમાં સંબંધિત બીજી ઘણી સમસ્યાઓ અને અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સલાહ અને સૂચના અને એસપીજીના અગ્રણીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી શકે છે. મિટીંગ પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. મીટીંગનો સમય અને સ્થળ અંગે પણ જલ્દી જાહેરાત કરવામાં આવશે.

 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે લગભગ સવા વર્ષ જેટલો સમય બાકી છે. તેના પહેલા અને એસપીજીની મીટીંગ થી સરકાર પર દબાણ વધશે. એસપીજીએ પોતાના સ્તર પર એક અલગ  મિટિંગનું આયોજન કર્યું હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને કારણે સમગ્ર ભારતમાં  વર્ગને 10% EWSનો લાભ મળ્યો, ત્યારે 2017થી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ પડતર માંગણી બાબતે આ મિટિંગ રાખવામાં આવી છે.

 

આ પણ વાંચો: Bengal By-Election: શુભેન્દુ અધિકારીએ કરી ગૃહપ્રધાન અમિત શાહ સાથે દિલ્હીમાં બેઠક, જાણો શું છે મામલો

 

આ પણ વાંચો: ITR Filing Date Extended : કરદાતાઓને મોટી રાહત, આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

Next Article