AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાડોશી દેશમાંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવીને વસેલા 300થી વધુ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા

ધ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાંથી તા. 31 ડિસેમ્બર, 2014 સુધી અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી કે ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવા માટેની જોગવાઈ છે.

Breaking News : પાડોશી દેશમાંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવીને વસેલા 300થી વધુ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા
ફાઈલ તસવીર : અમદાવાદમાં યોજાયેલ નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ
| Updated on: Oct 14, 2026 | 3:34 PM
Share

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી આવતીકાલ તા.15 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે તેમની અધ્યક્ષતામાં ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત’ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાના 259, મોરબી જિલ્લાના 53, સુરેન્દ્રનગર જિલ્લાના 01 અને કચ્છ જિલ્લાના 06 અરજદારોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવશે.

નોંધનીય છે કે, 18 ઓગસ્ટ, 2024ના રોજ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 188 અરજદારોને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 25 જુલાઈ, 2025ના રોજ રાજકોટ શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લાના 181 અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ જ શ્રેણીમાં આવતીકાલે આયોજિત થનારા કાર્યક્રમમાં 319 અરજદારોને ભારત દેશનું નાગરિકત્વ પ્રાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે, ધ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાંથી તા. 31 ડિસેમ્બર, 2014 સુધી અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી કે ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવા માટેની જોગવાઈ છે. જે મુજબ અરજદાર જે દિવસે ભારતમાં પ્રવેશેલા હોય, તે દિવસથી તેઓને ભારતીય નાગરિકતા મળવાપાત્ર છે.

આ કાયદા થકી દાયકાઓથી ધાર્મિક ભેદભાવના આધારે પીડાતા નિર્દોષ લોકોને ન્યાય અને સુરક્ષા મળી રહી છે. પાડોશી દેશ એવા પોતાના વતનમાં ત્રાસદાયક સ્થિતિના કારણે સ્થળાંતરિત થઈને ભારતમાં આવેલા આ હજારો પરિવારોને આ કાયદાથી કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર મળ્યો છે.

જે લોકો વર્ષોથી શરણાર્થી તરીકે જીવન જીવતા હતા, તેમને માનવ અધિકારો અને માનવીય ગૌરવ આપવાનું કાર્ય આ કાયદાએ કર્યું છે. નાગરિકતા મળતા જ, આ લોકોને શિક્ષણ, આરોગ્ય, મિલકત ખરીદવાનો અધિકાર, રેશનકાર્ડ, સરકારી યોજનાઓ અને મત આપવાનો અધિકાર પણ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ખાતે ગઈકાલ 13મી ઓક્ટોબરના રોજ યોજાયેલ નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્ર્મમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે,  158 શરણાર્થી પરિવારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.

Surat Navratri Human-Interest News : ડોકટરની માનવતાએ જીત્યાં દિલ, ગરબાની રમઝટ છોડીને દર્દીનો જીવ બચાવવા દોડી ગયાં મહિલા તબીબ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">