Ahmedabad: કાળઝાળ ગરમીને પગલે રોગચાળો વકર્યો, 108ને મળતા કોલમાં ધરખમ વધારો થયો

|

May 19, 2022 | 3:57 PM

રાજ્યમાં (Gujarat) સતત વધતી ગરમી (Heat Wave) કહેર બનીને વરસી રહી છે તેના પરિણામે સમગ્ર ગુજરાત તેમજ ખાસ તો અમદાવાદમાં ઝાડા ઉલ્ટી અને માથાના દુખાવાના કેસમાં 10થી 15 ટકાનો વધારો થયો છે.

Ahmedabad: કાળઝાળ ગરમીને પગલે રોગચાળો વકર્યો, 108ને મળતા કોલમાં ધરખમ વધારો થયો
108 Call Centre

Follow us on

રાજ્યમાં(Gujarat) સતત વધતી ગરમી (Heat wave)કહેર બનીને વરસી રહી છે તેના પરિણામે સમગ્ર ગુજરાત તેમજ ખાસ તો અમદાવાદમાં ઝાડા ઉલ્ટી(diarrhea ) અને માથાના દુખાવાના કેસમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. આથી 108 ઇમરજન્સી સેન્ટર પર આવતા કેસ અને કોલમાં પણ વધારો નોંધાયો છે. હાલમાં 108માં રોજના 150 ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે 108ના ચીફ ઓપરેટિંગ ઓફિસેર જણાવ્યું હતું કે ઇમરજન્સી સેવા દ્વારા પણ ગરમીના કેસને પહોંચી વળવા તમામ તૈયારી કરવામાં આવી છે. સ્ટાફને ટ્રેનિંગ આપવા સાથે સાથે દવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

સતત વધી રહેલી ગરમીને પરિણામે મે મહિનામાં આખા રાજ્યના નાગિરકો વિવિધ સમસ્યાોને કારણે ત્રસ્ત થઈ ગયા છે. કેટલાક જિલ્લાઓમાં આજે પણ યલો અને ઓરોન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે 108ની ઇમરજન્સી સેવામાં પણ સતત કોલનો વધારો નોંધાતા એપ્રિલ મહિનાની સરખામણીએ માર્ચ મહિનામાં કેસમાં 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં એપ્રિલ મહિનાથી માંડીને જેમ જેમ ગરમી વધી તેમ તેમ પેટના દુખાવો, માથાનો દુખાવો, ઝાડા ઉલ્ટી, હિટ સ્ટ્રોક, ચક્કર આવીને બેભાન થઈ જવું, તાવ, બેચેની જેવા કેસમાં મે મહિનાની હાલની સ્થિતિ સુધી સતત વધારો થયો છે.

આંકડાકીય માહિતી જોઈએ તો અમદાવાદમાં માર્ચ મહિનામાં 4476 કેસ હતા જે એપ્રિલમાં 4,508 અને મે મહિનામાં હાલ સુધી 2, 401 થયા છે. તો સુરતમાં માર્ચ મહિનામાં 1, 812 કેસ હતા જે એપ્રિલમાં 1, 842 અને મે મહિનામાં 936 થયા છે. જ્યારે રાજકોટમાં માર્ચ મહિનામાં 845 કેસ હતા જે એપ્રિલ મહિનામાં 848 અને મે મહિનામાં હાલ સુધી 381 થયા છે. તો વડોદરામાં માર્ચ મહિનામાં 915 કેસ હતા જે એપ્રિલમાં 848 અને મે મહિનામાં 4મ34 થયા છે. જ્યારે ગાંધીનગરમાં માર્ચમાં 468 કેસ હતા જે એપ્રિલમાં વધીને 534 અને મેમાં 268 થયા છે. ઉપરાંત આણંદ અને મહિસાગર તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીને પગલે કેસમાં 15 ટકાનો વધારો થયો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મે મહિનાના બે જ અઠવાડિયામાં કેસમાં તીવ્ર વધારો

રાજ્યમાં ચાલુ મહિને પહેલા સપ્તાહમાં 4558 અને બીજા સપ્તાહમાં 4899 એમ બે સપ્તાહમાં 9457 કેસ નોંધાયા. તો દિવસના પહેલા સપ્તાહમાં 651 અને બીજા સપ્તાહમાં 700 કેસ નોંધાયા. જ્યારે અમદાવાદ શહેરમાં પહેલા સપ્તાહમાં 1105 અને બીજા સપ્યાહમાં 1296 એમ બે સપ્તાહમાં 2401 અને દિવસ દરમિયાન પહેલા સપ્તાહમાં 158 અને બીજા સપ્તાહમાં 185 કેસ નોંધાયા છે.

હીટ સ્ટ્રોક અને ઝાડા ઉલ્ટી તેમજ ચક્કર આવીને બેભાન થવાના કેસના આંકડા જોઈએ તો તે આ પ્રમાણે છે. રાજ્યમાં હીટ સ્ટ્રોકના માર્ચ મહિનામાં માં 10, એપ્રિલમાં 49 મેમાં હાલ સુધી 32 કેસ નોંધાયા છે. જ્યારે ચક્કર આવવાના તેમજ બેભાન થવાના કેસ માર્ચમાં 1196, જે એપ્રિલમાં વધીને 1219 અને મેમાં હાલ સુધી 754 એમ ત્રણ મહિનામાં કુલ 3169 કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે રાજ્યમાં હજી પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યામાં 45 ડિગ્રી તાપમાન રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે ત્યારે લોકોએ ગરમીથી બચવા શક્ય હોય ત્યાં સુધી ઘરમાંથી નીકળવાનું ટાળવું અને બહાર નીકળવું પડે તેમ હોય તો ઠંડા પીણાનું સેવન કરવું. શરીરને કવર કરીને રાખવું.

Next Article