વિપક્ષના નેતાએ 11 લાખ લીધા ! આક્ષેપ કરનારા ભાજપના 2 કોર્પોરેટર સામે ફોજદારી કાર્યવાહી કરવા કોર્ટનો આદેશ
સુરતમાં ભાજપના બે કોર્પોરેટર સામે ફોજદારી કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. ભાજપના બે કોર્પોરેટરોએ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં, વિપક્ષના નેતાએ રૂપિયા 11 લાખ લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને વિપક્ષના નેતાએ બદનક્ષીનો કેસ કરીને પડકાર્યો હતો. આ કેસ સંદર્ભે આક્ષેપ કરનાર ભાજપના બે કોર્પોરેટર સામે ફોજદારી કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે.
સુરત મહાનગરપાલિકાના ભાજપના બે કોર્પોરેટરોને વિપક્ષના નેતા ઉપર ભ્રષ્ટાચારનો જાહેરમાં આક્ષેપ કરવો મોંધો પડી શકે છે. સુરત મહાનગરપાલિકાની જાહેરસભામાં, ભાજપના બે કોર્પોરેટરોએ. વિપક્ષના નેતાએ રૂપિયા 11 લાખ લીધી અને પછી ભીંસ પડતા એ 11 લાખ પાછા આપવા પડ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ સંદર્ભમાં વિપક્ષના નેતાએ બન્ને કોર્પોરેટરો ઉપર બદનક્ષીનો દાવો કર્યો હતો. જે અંતર્ગત કોર્ટે, વિપક્ષના નેતા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર 2 કોર્પોરેટર સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.
સુરતમાં ભાજપના બે કોર્પોરેટર સામે ફોજદારી કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. ભાજપના બે કોર્પોરેટરોએ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં, વિપક્ષના નેતાએ રૂપિયા 11 લાખ લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને વિપક્ષના નેતાએ બદનક્ષીનો કેસ કરીને પડકાર્યો હતો. આ કેસ સંદર્ભે આક્ષેપ કરનાર ભાજપના બે કોર્પોરેટર સામે ફોજદારી કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. ભાજપના કોર્પોરેટર અશોક ધામી અને કનુ ગેડિયાએ કર્યા હતા આક્ષેપ.
26 એપ્રિલ 2024 ના રોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં બંને કોર્પોરેટરોએ, પાયલ સાકરીયા બાબતે કહ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા બની ત્યારથી તોડપાણી કરે છે. અમારી પાસેથી 11 લાખ રૂપિયા લઈ ગઈ અને ભીંસ પડી તો પાછા આપી દીધા, શરમ આવવી જોઈએ. આ બાદ સામાન્ય સભામાં અગિયાર લાખ, અગિયાર લાખના નારા લાગ્યા હતા. ખોટી રીતે વિપક્ષ નેતાને બદનામ કરવા બદલ આ બાબતે કોર્ટમાં બદનક્ષીનો દાવો થયો હતો. હવે આ બાબતે કોર્ટે ભાજપના કોર્પોરેટર અશોક ધામી અને કનુ ગેડિયા સામે ફોજદારી નોંધવા હુકમ કર્યો છે.
