ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો, ગણેશ મહોત્સવમાં 4 ફૂટની પ્રતિમાને મંજૂરી

|

Jul 28, 2021 | 7:51 PM

આ 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો, ગણેશ મહોત્સવમાં  4 ફૂટની પ્રતિમાને મંજૂરી
One hour reduction in night curfew in eight metros of Gujarat, Four feet statue allowed in Ganesh Mahotsav

Follow us on

ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ(Curfew)  અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે.એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.

આ 8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈ થી વધારીને 400 વ્યક્તિઓ ની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓ ની મર્યાદા માં અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના નિયમો ના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

ઉલ્લેખનીય છે કે , આ પૂર્વે ગુજરાત(Gujarat) માં હોટલ(Hotel ) એસોસિએશનને રાજ્ય સરકાર પાસે મહાનગરોમાં કર્ફ્યૂ(Curfew) નો સમય રાત્રે 10 ના બદલે 12 વાગે સુધી કરવાની માંગ કરી છે. તેમ જ રાત્રે 9ને બદલે 11 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખવાની પરવાનગી આપવા અપીલ કરી હતી.

આ અંગે હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો  હતો. તેમજ સરકારે લગ્ન પ્રસંગમાં ઓછામાં ઓછા 500 લોકોની છૂટ આપવી જોઇએ તેવી પણ માંગ કરી હતી

આ અંગે રાજ્ય હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે આજે પંદર મહિનાથી વધુ સમયથી અમારો હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ બંધ જેવો જ હતો. તેમજ હાલ કોરોનાના કેસ ઘટતા અમારી જે ખોટ છે તે ભરપાઇ કરીને આત્મ નિર્ભર બનવાનો સમય છે. ત્યારે સરકારને વિનંતી છે કે અમારા હાલ કર્ફ્યૂનો સમય રાત્રે 10 ના બદલે 12 વાગે સુધી કરવા આવે જેનાથી અમારા ધંધાને યોગ્ય રીતે ચલાવવાનો સમય મળી શકે

 

આ પણ વાંચો : Pooja Rani : બોક્સર પુજા રાનીએ શાનદાર જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ, મેડલથી માત્ર એક પગલું દુર

આ પણ વાંચો : એક સમયે અંધેરીમાં કામ માટે ભટકતા હતા પંકજ ત્રિપાઠી, આજે લોકો પાર્કિગમાં ફિલ્મની ઓફર આપી જાય છે

 

Published On - 7:39 pm, Wed, 28 July 21

Next Article