AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ધોરણ-12 પાસ ઉમેદવારો નહીં બની શકે તલાટી, જાણો કઇ ડિગ્રી હશે તો બનાશે તલાટી

તલાટી બનવા માટે તૈયારી કરી રહેલા ઉમેદાવારો માટે એક નિરાસાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ધોરણ-12 પાસ કરેલા વિદ્યાર્થીઓ હવેથી તલાટી કમ મંત્રી નહીં બની શકે.

હવે ધોરણ-12 પાસ ઉમેદવારો નહીં બની શકે તલાટી, જાણો કઇ ડિગ્રી હશે તો બનાશે તલાટી
| Updated on: Dec 12, 2023 | 2:03 PM
Share

તલાટી બનવા માટે તૈયારી કરી રહેલા ઉમેદાવારો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ધોરણ-12 પાસ કરેલા વિદ્યાર્થીઓ હવેથી તલાટી કમ મંત્રી નહીં બની શકે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી બનવા માટે તમારી પાસે સ્નાતક કક્ષાની લાયકાત હોવી જરુરી છે.

અત્યાર સુધી માત્ર ધોરણ 12 પાસ કર્યુ હોય તેવા ઉમેદવારો પણ તલાટીની પરીક્ષા આપી શકતા હતા. ધોરણ 12 પછી જેમને વધુ અભ્યાસ કરવો ન હોય અને સરકારી નોકરી જોઇતી હોય તે લોકો તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે તૈયારીઓ કરતા હતા. જો કે હવે ઉમેદવારોએ ફરજીયાત સ્નાતક કક્ષા સુધીની ડિગ્રી મેળવવાની રહેશે. જે પછી જ પરીક્ષામાં તેઓ ઉમેદવારી નોંધાવી શકશે.

પંચાયત વિભાગ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.જેમાં તલાટી બનવા માટે શિક્ષણ લાયકાતમાં કરાયેલા ફેરફાર અંગે જણાવવામાં આવ્યુ છે.

છે.

મે મહીનામાં જ લેવામાં આવી હતી તલાટીની પરીક્ષા

આ વર્ષે મે મહીનામાં જ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. રાજ્યના 2697 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેમેરાની બાજ નજર વચ્ચે તલાટીની પરીક્ષા યોજાઇ હતી.આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં તમામ ઉમેદવારોની કોલલેટર સાથે વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. આ સિવાય પોલીસ બોડીવોર્ન કેમેરા સાથે ઉપસ્થિત હતા.

કડક સુરક્ષા સાથે લેવાઇ હતી પરીક્ષા

આ પરીક્ષામાં કેન્દ્રમાં પ્રવેશ સાથે થયેલા કોલલેટર સાથેની વિડીયોગ્રાફી જ્યારે એમને નિમણૂકપત્રો આપવામાં આવ્યા ત્યારે પણ ચેક કરવામાં આવ્યા હતા. જેના કારણે જે ઉમેદવાર પરીક્ષા આપવા આવ્યો હતો એ જ નિમણૂક મેળવે છે કે કેમ એની પુષ્ટિ થઈ શકી. આ ઉપરાંત ભૂતકાળમાં જે લોકોના નામ પેપર ગેરરીતિમાં આવી ચુક્યા છે એમની સામે અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા હતા.

અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીકની ઘટના બની હતી, જે પછી જુનિયર ક્લાર્ક અને તલાટી બંનેની પરીક્ષા મોસ્ટ ક્રેડિબિલિટી ધરાવનાર ઓફિસર હસમુખ પટેલ ના માર્ગદર્શન હેઠળ લેવાઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">