VIDEO: આજથી રાજ્યમાં માસ્ક ન પહેરવા પર એક સમાન દંડ વસુલાશે, જાહેરમાં થૂંકવા બદલ પણ 500 રૂપિયાનો દંડ
આજથી સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરવા પર એક સમાન દંડ જ વસુલાશે. રાજ્યભરમાં હવે દરેક જગ્યાએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ થશે. તો જાહેરમાં થૂંકવા બદલ પણ 500 રૂપિયાનો દંડ થશે. આજથી આ નિયમ લાગુ થઈ ગયો છે. આ રકમ અગાઉ 200 રૂપિયા હતી વળી કેટલાક શહેરોમાં 500 રૂપિયા દંડ વસુલાતો હતો. એટલે […]

આજથી સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરવા પર એક સમાન દંડ જ વસુલાશે. રાજ્યભરમાં હવે દરેક જગ્યાએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ થશે. તો જાહેરમાં થૂંકવા બદલ પણ 500 રૂપિયાનો દંડ થશે. આજથી આ નિયમ લાગુ થઈ ગયો છે. આ રકમ અગાઉ 200 રૂપિયા હતી વળી કેટલાક શહેરોમાં 500 રૂપિયા દંડ વસુલાતો હતો. એટલે કે અલગ અલગ જગ્યાએ દંડની રકમમાં તફાવત હતો. જોકે હવે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાનો દંડ થશે. તો આ સાથે મુખ્યપ્રધાને નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
