Breaking News : અમદાવાદમાં નવજાત શિશુ કોરોનાની ચપેટમાં, NICUમાં અપાઇ રહી છે સારવાર, સોલા સિવિલમાં પણ 2 દર્દી દાખલ

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના માથું ઉંચકી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં 2 દર્દી સારવાર હેઠળ છે. 23 વર્ષીય મહિલા અને એક નવજાતને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

Breaking News : અમદાવાદમાં નવજાત શિશુ કોરોનાની ચપેટમાં, NICUમાં અપાઇ રહી છે સારવાર, સોલા સિવિલમાં પણ 2 દર્દી દાખલ
Ahmedabad
| Edited By: | Updated on: May 30, 2025 | 2:40 PM

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના માથું ઉંચકી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં 2 દર્દી સારવાર હેઠળ છે. 23 વર્ષીય મહિલા અને એક નવજાતને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તો આ સાથે જ નવજાત બાળકને કોરોનો પોઝિટિવ આવતા જ તેને NICUમાં ઓક્સિજનની મદદથી સારવાર અપાઈ રહી છે.

મળતી માહિતી અનુસાર ગત સપ્તાહે આ નવજાત બાળકની માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આ બાળકને કોરોના થતા તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે. તેને NICUમાં ઓક્સિજનની મદદથી સારવાર અપાઈ રહી છે. જો કે હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ ન હોવાનો તંત્રએ દાવો કર્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાના વધતા કેસ વચ્ચે બાળકો, સગર્ભા મહિલાઓ અને ઉંમરલાયક વ્યક્તિઓએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. અને તેમણે ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ.

 

રાજકોટમાં કોરોનાના કુલ 19 કેસ એક્ટિવ

બીજી તરફ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 કેસ સામે આવ્યા છે. હાલમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 19 એક્ટિવ કેસ છે. મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેટ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્ર એક્શનમાં આવ્યું છે. RMC દ્વારા ટ્રેકિંગ અને ટ્રેસિંગ શરૂ કરાયું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની RMC દ્વારા ડે ટુ ડે ચકાસણી હાથ ધરાઈ છે.

શું નવો વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે ?

દેશમાં મોટાભાગના કોવિડ કેસ ઓમિક્રોનના પેટા પ્રકારો જેમ કે JN.1, NB.1.8.1 અને LF.7 સાથે જોડાયેલા છે. આ પ્રકારો ઝડપથી ફેલાય છે, પરંતુ તે ખૂબ ખતરનાક નથી. તેમના લક્ષણો પણ હળવા હોય છે. ખાસ કરીને ડાયાબિટીસ, શ્વસન રોગોના દર્દીઓ, વૃદ્ધો અને નાના બાળકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. આરોગ્ય વિભાગ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..