રાજ્યમાં યમદૂત બનીને ફરી રહ્યા છે રખડતાં ઢોર, નવસારીમાં યુવતીને વાછરડીએ ફંગોળી

|

Jul 24, 2022 | 11:49 PM

દક્ષિણ ગુજરાતમાં નવસારીની (Navsari) વાત કરીએ તો નવસારીમાં રખડતા ઢોરની અડફેટે મોપેડ ચાલક યુવતી ફંગોળાઈ હતી, જેને પરિણામે યુવતીને ઈજાઓ પહોંચી છે. જ્યારે જામનગરમાં પતિની બાઈક પાછળ બેસી જતી મહિલાને ગાયે ફંગોળીને પછાડી હતી.

રાજ્યમાં યમદૂત બનીને ફરી રહ્યા છે રખડતાં ઢોર, નવસારીમાં યુવતીને વાછરડીએ ફંગોળી
Stray cattle are roaming in the state, will any concrete action be taken

Follow us on

રાજ્યમાં રખડતા ઢોર  (Stray cattle)નો ત્રાસ હદબહારનો વધી રહ્યો છે રોજ એવી ઘટનાઓ સામે આવે છે, જેમાં કોઈને કોઈ શહેરમાં રખડતા ઢોરે પોતાની અડફેટે કોઈને લીધા હોય, રખડતા ઢોર રાજ્યના નાગરિકો માટે યમદૂત બનીને ફરતા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, દક્ષિણ ગુજરાતમાં નવસારીની (Navsari) વાત કરીએ તો નવસારીમાં રખડતા ઢોરની અડફેટે મોપેડ ચાલક યુવતી ફંગોળાઈ હતી, જેને પરિણામે યુવતીને ઈજાઓ પહોંચી છે. જ્યારે જામનગરમાં પતિની બાઈક પાછળ બેસી જતી મહિલાને ગાયે ફંગોળીને પછાડી હતી. આ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી તો પાટણમાં રેલવે સ્ટેશન પાસે જાહેરમાં બે આખલાઓ બાખડી પડતા નાસભાગ મચી હતી.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રખડતા ઢોર અંગે પ્રજાજનો દ્વારા વારંવાર ફરિયાદો ઉઠતી રહેતી હોય છે. છતાં તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવતા નથી. રાજ્યમાં શહેરના કોઈ પણ રસ્તા પર તમે પસાર થતા હશો તો આ રખડતી રંજાડનો સામનો તમારે કરવો જ પડશે. તમે કોઈ પણ શહેરમાં જશો તો રખડતા ઢોર જે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે, જે ગમે ત્યારે તમારા પર હુમલો કરીને તમને ઘાયલ કરી શકે છે.

અમદાવાદમાં રખડતા ઢોરને કાબૂમાં રાખવા માટે કરવામાં આવ્યો અધધ નાણાંનો ધૂમાડો

રાજ્યમાં શહેરના કોઈ પણ રસ્તા પર તમે પસાર થતા હશો તો આ રખડતી રંજાડનો સામનો તમારે કરવો જ પડશે. તમે કોઈ પણ શહેરમાં જશો તો રખડતા ઢોર જે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે, જે ગમે ત્યારે તમારા પર હુમલો કરીને તમને ઘાયલ કરી શકે છે. ટુંકમાં કહીએ તો અમદાવાદના રસ્તા પણ હવે શહેરીજનો માટે સલામત નથી રહ્યા,  કારણકે શહેરના મોટાભાગના રસ્તાઓ પર રખડતી ગાયો તમને જોવા મળશે જ. આ તો વાત થઈ સમસ્યાની, આ સમસ્યાનું નિરાકરણ લાવવા અત્યાર સુધીમાં કેટલીય ફરિયાદો મહાનગરપાલિકામાં કરવામાં આવી છે. જેથી મનપાએ આ અંગે પગલા પણ ભર્યા છે.

છેલ્લા 6 વર્ષમાં રખડતાં ઢોર પકડવા માટે મહાનગરપાલિકાએ 125 લોકોની ટીમ બનાવી છે અને આ ટીમની પાછળ પગાર સહિતનો 281 કરોડ રૂપિયાનો ખર્ચ મહાનગરપાલિકાએ કર્યો છે. તમારા એટલે કે અમદાવાદના નાગરિકો પર જ છોડીએ છીએ, પરંતુ અધધ કરોડોનો ખર્ચ કર્યા પછી પણ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ એવોને એવો જ છે હજી પણ અમદાવાદીઓને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ નથી મળી અને ક્યારે મળશે તે સવાલનો જવાબ કદાચ મહાનગરપાલિકા તંત્ર પાસે પણ નહીં હોય.

Published On - 11:47 pm, Sun, 24 July 22

Next Article