PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

|

Jun 10, 2022 | 10:50 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ((PM Modi) કાર્યક્રમને લઈ 7 જર્મન કેટેગરીના ડોમ બનાવમાં આવ્યા છે. જે ફાયર અને વોટરપ્રૂફ(Water Proof)  છે. ડોમના એક છેડાથી બીજા છેડે જવા માટે આશરે 1 કિલોમીટરનું અંતર કાપવું પડશે.

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
PM Modi Gujarat Visit

Follow us on

આજે વડાપ્રધાન (PM Narendra Modiમોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે.એક દિવસના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન વડાપ્રધાન કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.PM મોદીનો પ્રથમ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતના નવસારીમાં યોજાશે.જ્યારે સાંજે અમદાવાદના (Ahmedabad) બોપલ ખાતેના કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે.

નવસારી જિલ્લામાં PM મોદીનો મેગા શો

PM મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો,સવારે સવારે 10 કલાકે PM મોદી નવસારી(Navsari)  ખાતે આયોજીત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે.જ્યાં 3 હજાર 50 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.જ્યારે નવસારી ખાતે બપોરે સવા 12 કલાકે હેલ્થકેર હોસ્પિટલનું ઉદ્ધાટન પણ કરશે.તમને જણાવી દઈએ કે, નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કરીને PM મોદી અમદાવાદ આવવા રવાના થશે.જ્યાં બોપલ ખાતે નવનિર્મિત ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

7 જર્મન કેટેગરીના ડોમ બનાવમાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ 7 જર્મન કેટેગરીના ડોમ બનાવમાં આવ્યા છે. જે ફાયર અને વોટરપ્રૂફ(Water Proof)  છે. ડોમના એક છેડાથી બીજા છેડે જવા માટે આશરે 1 કિલોમીટરનું અંતર કાપવું પડશે. તો 5 જિલ્લાઓમાંથી આવનારા લોકો માટે ખાસ પાર્કિગની(Parking)  વ્યવસ્થા કરાઈ છે. ડોમથી પાર્કિંગ આશરે દોઢ કિલોમીટર દૂર રહેશે. તો આ ડોમમાં આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ રહશે.જેમાં 7 ડીસ્પેન્સરી રાખવામાં આવશે. કાર્યક્રમ સ્થળના ડોમ થી 500થી 700 મિટરના કેટલાક વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયા છે.

PMના આગમનના પગલે ખાસ સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) આગમનના પગલે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સુરક્ષા માટે 16 IPS, 1 IFS, 132 DYSP, 32 PI, 191 PSI અને 1718 ASI ખડેપગે રહેશે.ઉપરાંત ચેતક કમાન્ડો, NSG કમાન્ડો, 4 SRPની કંપની તેમજ 962 મહિલા પોલીસકર્મીઓને પણ તૈનાત કરાયા છે.

Published On - 6:50 am, Fri, 10 June 22

Next Article