Navsari માં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો વધી રહ્યો છે ક્રેઝ, મહિલા ખેલાડીઓ લગાવી રહી છે બાઉન્ડ્રી અને સિક્સર

|

May 09, 2022 | 1:27 PM

સ્થાનિક કક્ષાએ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો આ પ્રથમ પ્રયાસ છે જેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આયોજકો અનુસાર અપેક્ષા કરતા વધુ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છા વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓમાં પણ ક્રિકેટનો ક્રેઝ સારો જોવા મળી રહ્યો છે.

Navsari માં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો વધી રહ્યો છે ક્રેઝ, મહિલા ખેલાડીઓ લગાવી રહી છે બાઉન્ડ્રી અને સિક્સર
મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

Follow us on

ક્રિકેટ(Cricket)ની રમત હવે માત્ર પુરુષોની રમત ન રહી મહિલા ક્રિકેટરોએ પણ પોતાના કૌશલ્ય થકી આ રમતમાં મહિલાઓના યોગદાન તરફ ધ્યાન ખેંચ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં પણ ભારતીય મહિલા ક્રિકેટરોની ટીમે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન થકી સારું એવું આકર્ષણ જમાવ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટર સારી નામના મેળવતા હવે ભારતીય યુવતીઓમાં રમત પ્રત્યે રુચિમાં વધારો થઇ રહ્યો છે. મહિલાઓની ક્રિકેટની રમતમાં પ્રતિભામાં વધારો કરવા નવસારી(Navsari)માં એક પ્રસંશનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં પહેલીવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના અંચેલી ગામે આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી હતી.

સ્થાનિક કક્ષાએ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો આ પ્રથમ પ્રયાસ છે જેને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. આયોજકો અનુસાર અપેક્ષા કરતા વધુ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈચ્છા વ્યક્ત કરી હતી . છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓમાં પણ ક્રિકેટનો ક્રેઝ સારો જોવા મળી રહ્યો છે. ઘરેલુ રમતોમાં વ્યસ્ત રહેતી મહિલાઓ હવે ક્રિકેટ રમતી પણ જોવા મળી રહી છે. જોકે ખુશીની વાત ગણી શકાય કે હવે મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન થઈ રહ્યું છે. તાજેતરમાં આવી જ એક મહિલા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ગણદેવી તાલુકાના અંચેલી ગામે આયોજન કરાયું હતું. અંચેલી ઉપરાંત માછીયાવાસણ, વડસાગળ, મોહનપુર, ઇટાળવા, ધમડાછા વગેરે ગામોથી કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. 6-6 ઓવરની મેચમાં દરેક ટીમમાં 11 ખેલાડીઓ હતા અને ફાઇનલ મેચ રવિવારે રમાઈ હતી.

ફાઇનલ મેચમાં સ્પોર્ટ્સ એકેડેમી ઇટાળવા અને સ્વરા ઇલેવન અંચેલી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. મેચમાં ઇટાળવાની ટીમ ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન અને રનર્સ અપ બન્ને ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી સાથે પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના આયોજનમાં સ્થાનિક મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટુર્નામેન્ટના આયોજકનિષ્ઠાબેન નાયક અનુસાર આ પ્રકારની ટુર્નામેન્ટ છુપાયેલી પ્રતિભા બહાર લાવવામાં મદદરૂપ સાબિત થાય છે . અમને પોતાને પણ ક્રિકેટમાં રસ છે . તાજેતરમાં અંચેલીના ગ્રાઉન્ડ કેટલીક યુવતીઓને ક્રિકેટ રમતા જોઈ તેમની રમતમાં પ્રતિભા ખુબ પ્રસંશનીય જણાઈ હતી. આ યુવતીઓના ટેલેન્ટને સીમિત ન રાખી કૌશલ્ય દુનિયાને દર્શન કરાવવા ટુર્નામેન્ટ યોજવાનો વિચાર આવ્યો હોવાનું તેમણે  ઉમેર્યું હતું અને સાથે ખેલાડીઓનો  સારો સહકાર મળતા સફળતાનો આભાર માન્યો હતો.

 

 

Next Article